Gujarat

સુરતની ટુર્સ એજન્ટે ૪.૧૦ લાખનું ફુલેકું ફેરવ્યું

ગાંધીનગર
સુરજ શુક્લા સુરત સત્યમ એપાર્ટમેન્ટ ખાતે આવેલી શાહ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં ફ્લાઇટની ટિકિટ બુક કરાવતા હોય છે. જે લીના શાહ ચલાવે છે. પત્ની ધ્રુવી તેમજ મિત્ર સુરજ અને તેમની પત્ની સાથે કપલ ટુર પર માલદિવ્સ ફરવા જવાનું હોવાથી યશભાઈએ ગત તા. ૧૨/૦૯/૨૦૨૧ શાહ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો સંપર્ક કર્યો હતો. તે સમયે લીના શાહ અને તેના પતિ અમિત ધીરજભાઈ મહેતાએ કપલદીઠ રૂ. ૨ લાખ ૫ હજારનું માલદિવ્સનું પેકેજ આપ્યું હતું. આમ બે કપલના રૂ. ૪.૧૦ લાખ નક્કી થયા હતા. આ પેકેજમાં પાંચ રાત્ર અને છ દિવસનો પ્રવાસ, રહેવા જમવા સહિત હવાઈ મુસાફરી પણ સામેલ હતી. જેથી તા. ૧૪મી નવેમ્બરથી તા.૧૭મી નવેમ્બર સુધીમાં યશભાઈએ નક્કી થયા મુજબ પેમેન્ટ ચૂકવી દીધું હતું. જેની અવેજીમાં લીના અને તેના પતિ અમિત મહેતાએ હોટલ બુકિંગ અંગેના વાઉચર યશભાઈને મોકલી આપ્યા હતા. જેમાં લખેલા કન્ફરમેશન નંબર વિશે પુછતા લીનાએ પહેલા ટેમ્પરરી કન્ફરમેશન હતું હવે કન્ફર્મ બુકિંગ હોવાની વાત કરી હતી. વકીલ યશભાઈએ શંકા રાખી હોટલમાં બુકિંગ અંગે તપાસ કરતા આવું કોઈ બુકિંગ તેમના નામે નહીં હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ હવાઈ ટિકિટ અંગે પણ તપાસ કરતા હવાઈ ટિકિટો પણ કોર્પોરેટ ક્વોટામાં બુક થયા પછી તા. ૧૯મી નવેમ્બરના રોજ ટિકિટો કેન્સલ થઈ ગઈ હોવાનું એરલાઈન્સમાંથી જાણવા મળ્યું હતું અને તેનું રિફંડ પણ એજન્ટને મળી ગયું હોવાનો જવાબ એરલાઈન્સ તરફથી મળ્યો હતો. આવુ જાણવા મળતાં યશભાઈએ જરૂરી પૂછતાંછ કરતાં લીના અને તેના પતિ અમિત મહેતાએ આગળ એજન્ટ સાથે તકરાર હોવાથી તેણે બુકિંગ કેન્સલ કરાવ્યું હોવાનો ખુલાસો કરી ફરીવાર બુકિંગ થઇ જશે તેવી બાહેધરી આપી હતી. જાેકે, માલદિવ્સ ફરવા માટેની નિયત સમય મર્યાદા વીતી જતાં યશભાઈએ રૂપિયા પરત માંગ્યા હતા, પરંતુ આજદિન સુધી રૂપિયા પરત નહીં મળતા આખરે તેમણે ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છેગાંધીનગરમાં રહેતાં ગુજરાત હાઈકોર્ટના વકીલ સાથે માલદિવ્સની ટુર પર મોકલવાની બાંહેધરી આપી સુરતની મહિલા એજન્ટે પતિ સાથે મળીને રૂ. ૪.૧૦ લાખનું ફુલેકું ફેરવી હાથ અધ્ધર કરી લેતા ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, મૂળ દહેગામના હાલમાં ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ પાસે બાલ મુકુંદ હાઈટસમાં રહેતા યશ ગીતેશભાઈ પટેલ ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરે છે. જેમના મિત્ર મયંક સાંઘાણી અને તેમની પત્ની સાથે કપલ ટુર પર માલદિવ્સની સહેલગાહ જવાનું નક્કી થયું હતું. ત્યારે તેમની સાથે વકીલાત કરતાં સુરજ શુક્લા સાથે યશને અવારનવાર વકીલાત કામ અર્થે દિલ્હી, મુંબઈ વગેરે સ્થળોએ જવાનું થતું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *