Gujarat

સુરતની સ્મીમેર હોસ્પિટલનો સ્ટાફ ૩ બાળકોની યશોદા મા બની

સુરત
સ્મીમેર હોસ્પિટલનો સ્ટાફ માસુમ આ બાળકો માટે યશોદા મા સમાન બની છે. જે બાળકની સંભાળની સાથે તેની યોગ્ય દેખરેખ પણ હોસ્પિટલમાં ફરજ બજાવતી પરિચારિકા,ડૉક્ટરર્સ સહિતનો સ્ટાફ કરી રહ્યો છે.એક બાળક કે જ્યાં તેની માતા કોણ છે તે પણ ખ્યાલ નથી, તેવા બાળકની આવી સ્થિતિ જાેઈ હોસ્પિટલ સ્ટાફનું હૃદય પણ દ્રવી ઉઠ્‌યું છે.ત્યારે સુરતમાં બનેલી આ કરુણ ઘટનાએ સૌ કોઈની આંખોમાં અશ્રુ લાવવા માટે મજબૂર કરી દીધા છે.જાે કે માતા- પિતા વિહોનું આ બાળક માટે સ્મીમેર હોસ્પિટલનો સ્ટાફ જ એક પરીવાર હાલ બની રહ્યો છે.જેની તમામ દેખરેખની સાથે સાથે શાખ- સંભાળ પણ રાખવામાં આવી રહી છે.હાલ બાળક યોગ્ય રીતે સ્વસ્થ થઈ જાય તે માટેના પ્રયાસ સ્મીમેર હોસ્પિટલના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહ્યા છે.જે બાદ બાળકનો યોગ્ય રીતે ઉછેર થાય તે દિશામાં સ્મીમેર હોસ્પિટલ દ્વારા વિચારણા ચાલી રહી છે.પરંતુ સ્મિમેર હોસ્પિટલના સ્ટાફની માસુમ બાળક પ્રત્યેની માનવતાભરી સંવેદના કાબિલે તારીફ છેશહેરની સ્મીમેર હોસ્પિટલમાં એક હૃદયસ્પર્શી ઘટના બની છે. બાળકના જન્મની સાથે ગણતરીની મિનિટોમાં જ માતાએ આ ફાની દુનિયાને હંમેશા માટે અલવિદા કરી દેતા માસુમ બાળક માતા વિહોણું થયું છે. એટલુ જ નહીં, માતાના અવસાન બાદ બાળકની સાથે તેના બે ભાઈઓ પણ પિતાના ચાલ્યા ગયા બાદ ત્રણે બાળકો નોંધારા બન્યા છે. જાેકે, ત્રણ પૈકી બે બાળકોને હોસ્પિટલ દ્વારા કાનૂની પ્રક્રિયા કરી બાળ સુરક્ષાગૃહમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યાં બીજી તરફ, હાલ જ જન્મેલા માસુમ બાળકની સારસંભાળ મા યશોદા બનીને સ્મીમેર હોસ્પિટલનો સ્ટાફ રાખી રહ્યો છે. જે ઘટનાને લઈને સૌ કોઈનું હૃદય દ્રવી ઉઠ્‌યું છે. જાેકે, સ્મીમેર હોસ્પિટલના સ્ટાફની આ કામગીરી કાબિલે તારીફ છે. સુરતના સ્મીમેર હોસ્પિટલમાં બનેલી હૃદયસ્પર્શી ઘટના સૌ કોઈનું હૃદય દ્રવી ઉઠે અને આંખોમાં અશ્રુ લાવી દે તે પ્રકારની છે. જ્યાં માસુમ બાળકને જન્મ આપ્યાની મિનિટોમાં જ માતાએ હંમેશા માટે ફાની દુનિયાને અલવિદા કરી ચાલી ગઈ છે. જેના કારણે માસુમ બાળકની સાર સંભાળને લઈ અનેક પ્રશ્નો ઉઠ્‌યા હતા.અહીં સુધી કે, બાળકના પિતા પણ માતાના અવસાન બાદ અન્ય બે બાળકોને હોસ્પિટલમાં જ મૂકીને ચાલ્યા ગયા છે. જ્યાં આ બે બાળકોને તો હોસ્પિટલ દ્વારા કાનૂની પ્રક્રિયા કરી બાળ સુરક્ષાગૃહમાં મોકલી આપ્યા છે. પરંતુ જે, બાળકે હજી આ દુનિયા જાેઈ નથી . તેવા બાળક માટે હાલ સ્મીમેર હોસ્પિટલનો સ્ટાફ આવા સંજાેગોમાં મા યશોદા બની સામે આવ્યો છે. ઘટના પર નજર કરવામાં આવે તો, લસકાણા ડાયમંડ નગરમાં રહેતા પતિ કનૈયાલાલ ચાર માસ અગાઉ પરિવારને તરછોડી ક્યાં ચાલ્યો ગયો હતો. આ સમયે પત્ની રંજન દેવી કનૈયાલાલ સિંહ ગર્ભવતી બની હતી. બે બાળકોને સહિત ગર્ભમાં ઊછરતા બાળકને રંજન દેવીએ આવી પરિસ્થિતિમાં ઉછેરી રહ્યા હતા. જાેકે અચાનક શનિવારે બપોરના સમય દરમિયાન સગર્ભાવસ્થાના આઠમા મહિને રંજન દેવી ને પ્રસુતીની પીડા ઉપડતાં સ્મીમેર હોસ્પિટલ લવાયા હતા. જ્યારે રંજન દેવીએ માસુમ બાળકને જન્મ આપતાની સાથે આ ફાની દુનિયાને હંમેશા માટે અલવિદા કરી દીધી હતી. જેના કારણે ૧૨ વર્ષીય પુત્રી અને ૧૦ વર્ષીય પુત્ર પણ નોંધારા બની ગયા હતા. માસૂમની આ વ્યથા જાેઈ હોસ્પિટલનો સ્ટાફ પણ દ્રવી ઊઠ્‌યો હતો. સ્મીમેર હોસ્પિટલના સ્ટાફ દ્વારા પોલીસની મદદ લઇ બાળકોના પિતાનો સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ અંતે કોઈ ભાળ નહીં મળતા પોલીસની મદદથી કાનૂની પ્રક્રિયા કરી બે બાળકોને બાળ સુરક્ષા ગૃહમાં મોકલી આપવામાં આવ્યા હતા. જ્યારે માસુમ બાળકની આવી પરિસ્થિતિ જાેઈ હોસ્પિટલના સ્ટાફનું હૃદય પણ દ્રવી ઉઠયું હતું. હોસ્પિટલ સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે માસુમ બાળકને એનઆઈસિયું વોર્ડમાં ખસેડી યોગ્ય સારવાર શરૂ કરવામાં આવી. જે બાદ વર્ષ ૨૦૦૮થી હોસ્પિટલમાં કાર્યરત મા યશોદા હ્યુમન મિલ્ક બેંકમાંથી બાળકને પોષણયુક્ત દૂધ આપી મા યશોદા તરીકેની ફરજ હોસ્પિટલ સ્ટાફે નિભાવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *