Gujarat

સુરતમાં ઓમિક્રોનના ભય વચ્ચે સહારા દરવાજા ખાતે શાકમાર્કેટમાં ભારે ભીડ

સુરત
ગુજરાતના જામનગરમાં ઓમિક્રોનની એન્ટ્રી થતા તંત્ર દોડતું થયું છે. સુરતમાં હજુ પણ લોકો બેરકારી દાખવી રહ્યા છે. સહારા દરવાજા વિસ્તાર ખાતે શાકભાજી માર્કેટમાં લોકોની ભારે ભીડ જાેવા મળી રહી છે. શાકભાજી માર્કેટમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો નજરે પડી રહ્યો છે. સુરત પાલિકા અને પોલીસે કડક થવાની જરૂર લાગી રહી છે. શહેરમાં ૫ અને જિલ્લામાં ૦ કેસ સાથે શહેર જિલ્લામાં શનિવારે કોરોનાના વધુ ૫ કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૪૪૦૬૬ થઈ ગઈ છે. ગત રોજ એક મોત નોંધાયું હતું. જાેકે, પાલિકાની યાદીમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. શહેર જિલ્લામાં મૃત્યુઆંક ૨૧૧૬ છે. શનિવારે શહેરમાંથી ૫ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં ૧૪૧૯૨૫ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ૨૫ થઈ છેકોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના ફફડાટ વચ્ચે ધીમી ગતિએ સંક્રમણ આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં ઓમિક્રોનનો એક કેસ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે તંત્ર દ્વારા સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક માટે લોકોને દંડ કરવામાં આવી શકે તેવી શક્યતાઓ જાેવાઈ રહી છે. ત્યારે સુરતના સહારા દરવાજા વિસ્તારમાં આવેલી શાકભાજી માર્કેટમાં લોકોની ભારે ભીડ જાેવા મળી રહી છે. શાકભાજી માર્કેટમાં લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ વિના જાેવા મળી રહ્યા છે.

Vegetable-Market-Surat-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *