સુરત
ડામર રોડ સુરતમાં ૨૮૦૦ કિલોમીટર સુધી ફેલાયેલો છે, તો ૫૧૨ કિલોમીટરના કાચા રસ્તા છે, ૨૫૦ કિલોમીટરનો ઝ્રઝ્ર રોડ છે અને ૨૦૦ કિલો મીટરનો છઝ્રઝ્ર રોડ છે. એક અંદાજ અનુસાર ડામર રોડની લાઈફ ૩ વર્ષની હોય છે અને તેની સામે ઝ્રઝ્ર રોડ ૪૦ વર્ષ સુધી ચાલે છે. ડામર રોડમાં પ્રદૂષણ વધારે થાય છે, તો ઝ્રઝ્ર રોડમાં ઓછું થાય છે. ઝ્રઝ્ર રોડમાં ઇંધણની વધારે બચત થાય છે. ડામર રોડનું નિર્માણ ઝ્રઝ્ર રોડ કરતા ૪૦% સસ્તું છે. ડામર રોડ વખતો વખત મેન્ટેનન્સ માગે છે તો ઝ્રઝ્ર રોડ વર્ષો સુધી મરામત માગતો નથી. ડામર રોડ સરળતાથી બને છે તો ઝ્રઝ્ર રોડ સરળતાથી બની શકતો નથી. ડામર રોડની સફાઈ કરવામાં વધારે મહેનત જાય છે અને ઝ્રઝ્ર રોડની સફાઈમાં ઓછી મહેનત થાય છે. ડામર રોડની લાંબા ગાળાની કિંમત ખૂબ જ મોંઘી થઈ છે, તો ષ્ઠષ્ઠ રોડની લાંબા ગાળાની કિંમત ખૂબ જ સસ્તી.રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન ઠેર-ઠેર જગ્યા પર રસ્તાઓ તૂટી ગયા છે. રસ્તા પર પડેલા ખાડાના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરત શહેરની જ વાત કરવામાં આવે સુરતમાં પણ રસ્તા પર ઘણા ખાડા પડ્યા છે. ત્યારે પાલિકાના નિવૃત્ત એક્ઝિક્યુટિવ ઇજનેરે દર વર્ષે ખાડાની ઝંઝટમાંથી છુટકારો મેળવવાનું એક રસ્તો બતાવ્યો છે. મહત્ત્વની વાત છે કે સુરતમાં ડામર રોડના મેન્ટેનન્સ પાછળ ૧૦ વર્ષમાં ૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે. છતાં પણ ૩,૮૧૨ કિલોમીટર પૈકી દર વર્ષે ૬૦ કિલોમીટરના રસ્તા તૂટી જાય છે. ત્યારે સુરતના નિવૃત એક્ઝિક્યુટિવ ઇજનેરે રસ્તાના કારણે ખર્ચનું ભારણ ઘટાડવા રોડને ઝ્રઝ્ર બનાવવા માટે કહ્યું છે. જેથી વારંવાર રસ્તા પર પડતા ખાડાની સમસ્યાનો અંત આવે. ચોમાસાની ઋતુમાં સુરતનો ૩,૮૧૨ કિલોમીટર પૈકી ૬૦ કિલોમીટર રોડ વરસાદમાં ધોવાઇ ગયો છે. જેથી સુરતના લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ રસ્તાના ખાડાને પૂરવા માટે સુરત મહાનગરપાલિકાએ આગામી ૩ મહિનામાં ૩૦૦ કરોડના ખર્ચની રૂપરેખા તૈયાર કરી છે. તો બીજી તરફ સુરત મહાનગરપાલિકાએ ૨૨૬ કરોડ રૂપિયાનો ડામર ખરીદવાની પણ મંજૂરી આપી છે. ડામરના રસ્તાઓ દર વર્ષે ચોમાસામાં તૂટી જાય છે પરંતુ ડામરની જગ્યા પર જાે ૩૦૦ કરોડના અંદાજિત ખર્ચમાં ૨૦૦ કિલોમીટરનો ઝ્રઝ્ર રોડ તૈયાર કરવામાં આવે તો તે ૨૫ વર્ષ સુધી ટકી શકે છે. એક ઉદાહરણથી સમજીએ તો સુરતના ડુમસનો ગૌરવ પથ રોડ ઝ્રઝ્ર રોડ બનાવવામાં આવ્યો હતો અને તે વર્ષ ૨૦૦૪થી જુલાઈ ૨૦૦૫ સુધીમાં તૈયાર થયો હતો. આ રોડને ૧૬ વર્ષ પુરા થયા છે. છતાં પણ તેની સ્થિતિ ખૂબ જ સારી છે તો અડાજણ વિસ્તારમાં ધનમોરા સર્કલથી રાંદેર સુધી જે રોડ બનાવવામાં આવ્યો છે તે પણ ઝ્રઝ્રનો છે. આ રોડ બન્યાના ૧૦થી ૧૨ વર્ષ થયા છતાં પણ તેઓ એવો જ છે. એક અંદાજ અનુસાર એવું કહેવામાં આવે છે કે ૧ કિલો મીટર લાંબા અને ૩.૭૫ મીટર પહોળા સીંગલ લેન ડામર રોડના નિર્માણ માટે ૧ કરોડ રૂપિયાનો સરેરાશ ખર્ચ થાય છે અને આટલો લાંબો જાે ઝ્રઝ્ર નો રોડ બનાવવાનો હોય તો તેની પાછળ ૧.૩૦થી ૧.૪૦ કરોડનો ખર્ચો થાય છે પરંતુ દર વર્ષે ડામરના રોડ તૂટી જાય છે. તેની તુલનામાં ઝ્રઝ્ર રોડ ૧૨થી ૧૫ વર્ષ સુધી ચાલે છે એટલે જાે થોડો વધારે ખર્ચ કરીને ઝ્રઝ્ર રોડ બનાવવામાં આવે ત્યારે ૧૦થી ૧૨ વર્ષ સુધી ચાલી શકે છે અને ખર્ચમાં પણ રાહત મળી શકે છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં ૩૨ લાખ વાહનોનું રજિસ્ટ્રેશન છે અને તે આ જ રસ્તા પર દોડી રહ્યા છે અને ખાડાના કારણે લાખો વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાએ ક્રાઈટએરિયા નક્કી કર્યો હતો કે જેમાં સારા વિસ્તારોમાં ૨૪ મીટર પહોળા ઝ્રઝ્ર રોડ બનાવવામાં આવે, ટ્રાફિકનું ભારણ વધુ રહેતું હોય એવી જગ્યા પર, લોંગલાઈન એરીયા, નીચાણવાળા વિસ્તારો અને ફ્લાય ઓવર બ્રિજની નીચેના રોડ પર ઝ્રઝ્ર રોડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. પરંતુ ખુદ પાલિકા તેના આ ક્રાઈટ એરિયાનું પાલન નથી કરતી. આ બાબતે નિષ્ણાંતોનું કહેવું છે ડામર રોડના મરામત માટે દર ૩ વર્ષે પ્રત્યેક નવા ડામરના લેયરના કારણે રોડના લેવલ મિલકતો કરતા ઉચા થયા છે. જેથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થતો નથી. પાણી રોડની ઊંચાઈના કારણે લોકોના ઘરમાં પ્રવેશે છે. જાે તેની સામે ઝ્રઝ્ર રોડ બનાવવામાં આવે તો તે ખૂબ જ લાંબો સમય ચાલે છે અને તેનું નવું લેયર પણ બનાવવું હોય તો ઝ્રઝ્ર રોડને તોડીને ફરીથી તે જગ્યા પર નવું લેયર બનાવી શકાય છે પરંતુ ડામરના રોડ પર આ થઈ શકતું નથી. ડામરની ઉપર જ ફરજિયાત એક નવું લેયર ચડાવવું પડે છે.