Gujarat

સુરતમાં પાલિકા દ્વારા ટેસ્ટિંગ- વેક્સિનેશનમાં વધારો કરાયો

સુરત
કોરોના સંક્રમણ સામે લોકોને ઝડપથી રસી મળી જાય તે હેતુથી પાલિકા દ્વારા પ્રયાસો યથાવત રાખવામાં આવ્યાં છે. આજે શહેરમાં પ્રથમ ડોઝ કોવિશિલ્ડ માટે ૧૭ સેન્ટર જ્યારે બીજા ડોઝ માટે ૧૩૧ સેન્ટર ફાળવવામાં આવ્યાં છે. જ્યારે વિદેશ જનારા લોકો માટે ૨ સેન્ટર ફાળવવામાં આવ્યાં છે. સાથે જ કોવેક્સિન રસી લેનારા માટે ૧૧ સેન્ટર કાર્યરત છે. આમ કુલ ૧૩૧ સેન્ટર પર રસીકરણની કામગીરી હાથ ધરાઈ છે.કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના ફફડાટ વચ્ચે ધીમી ગતિએ સંક્રમણ આગળ વધી રહ્યું છે. શહેરમાં ગત રોજ કોરોનાના નવા ૫ કેસ સામે આવ્યાં હતાં. જેથી કોરોનાનો આંકડો વધીને ૧,૪૪,૦૬૬ પર પહોંચી ગયો છે. જ્યારે બીજી તરફ કોરોનાને રોકવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટિંગ અને વેક્સિનેશન તેજ કરી દેવામાં આવ્યું છે. આજ રોજ ૧૬૧ સેન્ટર પર રસીકરણ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં ૫ અને જિલ્લામાં ૦ કેસ સાથે શહેર જિલ્લામાં શનિવારે કોરોનાના વધુ ૫ કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૪૪૦૬૬ થઈ ગઈ છે. ગત રોજ એક મોત નોંધાયું હતું. જાેકે, પાલિકાની યાદીમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. શહેર જિલ્લામાં મૃત્યુઆંક ૨૧૧૬ છે. શનિવારે શહેરમાંથી ૫ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં ૧૪૧૯૨૫ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ૨૫ થઈ છે.

Testing-Vaccination-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *