Gujarat

સુરતમાં સવાણી ગુપ દ્વારા ચુંદડી મહિયર ની લગ્ન મહોત્સવ નું આયોજન પી. પી સવાણી ગુપ આયોજિત પાલક પિતા તરીકે મહેશભાઈ સવાણી યે કર્યા કન્યાદાન……

ગિરગઢડા
ભરત ગંગદેવ….
જનનારી તો એવો જનજે કા સુરો ને કા દાતાર.. દિલની દાતારી બધયે જોવા નથી મળતી.યેતો માતા પિતા. ના આશીર્વાદ હોય અને સંતો ની કૃપા હોય તો થાય ભાઈ આવાજ એક પાટીદાર સમાજ ના “કર્ણ” એટલે સુરત ના હીરાઉધયોગ ના ” ભીષ્મ” અને દિલનો રાજા એટલે મહેશભાઈ સવાણી.. દિલની દાતારી…
સુરતના આંગણે પી.પી સવાણી ગુપ દ્વારા 2013 થી “ચુંદડી મહિયર ” ની લગ્ન મહોત્સવ નું આયોજન પી. પી. સવાણી ગુપના દિલેદાતાર પુત્ર મહેશભાઈ સવાણી અને તેમનો પરિવાર અને તેમના ગ્રૂપ દ્વારા આયોજન કરવામાં આવે છે. આજ સુધીમાં પી.પી સવાણી ગ્રૂપ દ્વારા 4.000 હજાર થી વધારે દીકરી ઓના પાલક પિતા બની રજવાડી ઠાઠમાઠ થી દીકરી ઓ ના લગ્ન કરાવી વિદાય કરવામાં આવે છે…અહીંયા “સર્વ ધર્મ” સમાન છે હિન્દૂ. મુસ્લિમ. શિખ. ઈસાય. કોઈ પણ ધર્મની દીકરી હોય તમામ દીકરી ઓ ને એકજ મંડપ નીચે થી વિદાય કરવામાં આવે છે. વાત અહીંયા પુરી નથી થતી આજે હરેક જગ્યાએ સમૂહલગ્ન થાયજ છે દીકરી ઓને હરેક સમૂહલગ્ન કમિટી કર્યાવર પણ આપેજ શે. પણ અહીંયા વિશેસ્તા એ જોવા મળી રહી શે કે જે દીકરી પિતાની સત્રસાયા ગુમાવી દીધી છે. તેમના પાલક પિતા બની પી.પી.સવાણી ગુપ તેમની વારે આવેશે શે અને આજીવન તે દીકરી ના પાલક પિતા તરીકેની તેમની ફરજ બજાવે છે.” વાતો કરવી અને કરી બતાવવું ” યે બન્ને માં બોવ ફરક છે. ભાઈ. આજે પોતાની દીકરી ના લગ્ન હોય તો માં-બાપ એક વર્ષ થી દોડાદોડી કરી તેમની લાડકવાય ને સાસરે વલાવે છે અને જ્યારે એ બાપના ” કાળજાના કટકાને વળાવતી વખતે જે પીડા થાય છે એ તો એક બાપ નેજ ખબર હોય છે ત્યારે આ પરિવારે તો 4.000 હજાર ઉપર દીકરીઓ ને સાસરે વળાવી શે ત્યારે એ પાલક પિતા મહેશભાઈ ની વેદનાનું ક્યાં શબ્દ માં અહીંયા વર્ણન કરવું….? શકય જ નથી કે તે પાલક પિતા નું વર્ણન થઈ શકે..4/5 તારીખે સુરતના આગણે
મહેશ સવાણીએ એક સાથે ૩૦૦ માતા પિતા વગરની દીકરીઓનું કન્યાદાન કરીને દીકરીઓના પિતાની ફરજ નિભાવી.
મિત્રો આપણી વચ્ચે ઘણા સમાજ સેવકો છે કે જે હંમેશા ઉત્તમ સમાજ સેવાના ઉદાહર આપીને સમાજને પ્રેરણા આપતા હોય છે. ગુજરાતના મહેશ સવાણીનું નામ ગુજરાતના અગ્ર સમાજ સેવકોમાં માનવામાં આવે છે.
મહેશ સવાણી આજે હજારો માતા પિતા વગરની દીકરીઓના પિતા છે. ગઈકાલે પણ મહેશ સવાણીને ૩૦૦ થી પણ વધારે માતા પિતા વગરની નિરાધાર દીકરીઓના લગ્ન કરાવીને તેમનું કન્યાદાન કર્યું. મહેશ સવાણી દર વર્ષે ગરીબ ઘરની દીકરીઓનું લગ્ન કરાવીને સમાજ સેવાનું કામ કરે છે. ગઈ કાલે પી પી સવાણી ગ્રુપ દ્વારા લગ્ન મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કોઈપણ જાતિ, ધર્મ જ્ઞાતિનો ભેદભાવ રાખવામાં નથી આવતો “સર્વધર્મ ” સમાન હિન્દૂ, મુસ્લિમ, શીખ ઈસાય. દરેક ધર્મની દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા હતા.
પી.પી.સવાણી ગુપ દ્વારા આ દીકરીઓના લગ્નની તમામ જવાબદારી ઉઠાવવામાં આવી રહીશે. હરેક દીકરીને કન્યાદાન માં એક સરખુજ ઉપહાર આપવામાં આવેશે જયારે દીકરીના લગ્ન હોય ત્યારે હરેક દીકરીનું એક સ્વપ્નું હોય છે કે તેના માતા પિતા તેનું કન્યાદાન કરે પણ એવી દીકરીઓનું શું કે જેમને માતા પિતા ના લાડ જોયાજ નથી તેવી દીકરી ઓ ને માતા પિતા ન હોવાનું ખુબજ દુઃખ હોય છે….
ત્યારે પી.પી. સવાણી ગુપ આ દીકરી ઓના પાલક પિતા ની ભૂમિકા અદા કરી દીકરી ઓ ના લગ્ન રજવાડી ઠાઠ થી કરી દીકરી ને તેમના સાસરે વળાવે છે.
સુરતમાં સવાણી ગુપ દ્વારા ચુંદડી મહિયર ની લગ્ન મહોત્સવ માં ખાસ ઉપસ્થિત મહેમાન જે ” આપ ” ના નેતા મનીષભાઈ સીસોદીયા જેવો દિલ્હી સરકારમાં શિક્ષણ મંત્રી ની જવાબદારી નિભાવે શે.તેવો તેમનો કિંમતી સમય આપી પી.પી સવાણી ગુપ ના આમત્રણ ને માન આપી દીકરી ઓને આશીર્વાદ દેવા પધાર્યા હતા. તેમની સાથે ગુજરાત “આમ આદમી પાર્ટીના. નેતા. ગોપાલભાઈ ઇટાલીયા.પ્રવીણભાઈ રામ. મનોજભાઈ સોરઠીયા. ઈશુંદાનભાઈ ગઢવી. ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Attachments area

IMG-20211206-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *