Gujarat

સુરતમાં ૧૬ કરોડની લોન છેતરપીંડી કેસમાં આરોપીને ઝડપી પાડતી સલાબતપુરા પોલીસ

સુરત
તમિલનાડુ બેંક સાથે ૧૬ કરોડની છેતરપીંડી આચરી હતી. સલાબતપુરા પોલીસે ૨૨ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. મશીનરી, ટર્મ લોન તથા વર્કિંગ કેપિટલ મેળવવા ષડયંત્ર રચ્યું હતું. આર્થિક ગુના નિવારણ શાખાએ ૯ની કરી ધરપકડ કરી છે. આર્થિક ગુના નિવારણ શાખાએ ૧૭ જેટલા આરોપીઓ બેંક લોન કન્સલટન્ટ તરીકે કામ કરતા પુનિત નાનજીભાઇ વ્યાસ તથા નિલેશભાઇ નટુભાઇ નારીગરા સાથે મળીને ધ તામિલનાડ મર્કન્ટાઇલ બેંકના મેનેજર સુંદર રાજેન્દ્ર સાથે મળી ગયા હતા. આરોપીઓએ આર્થિક લાભ મેળવવાનો ગુનાહિત ઇરાદો સેવી બેંકમાંથી મશીનરી ટર્મ લોન તથા વર્કિંગ કેપિટલ મેળવવા જરૂરી ડોક્યુમેન્ટ તથા બીજા આરોપીઓએ ફીર એન્ટરપ્રાઇઝ નામની મશિનની સપ્લાયર પેઢીના ખોટા બીલોના કોટેશન બનાવ્યા હતા. આ કોર્ટેશન આધારે તથા તેઓની વેપારી ફર્મના બેંક એકાઉન્ટના ખોટા અને બનાવટી બેંક સ્ટેટમેંટ જે કોર્ટેશન બીલો તથા સ્ટેટમેંટ ખોટું હોવાનું જાણવા છતાં તેને બેંક લોનની પ્રોસિઝરમાં સાચા તરીકે બેંકમાં રજૂ કર્યા હતા. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે, એક આરોપીએ હીર એન્ટરપ્રાઇઝ નામની વેપારી પેઢીના ખોટા કોટેશન બીલો રજૂ કરી તેમજ બીજા ચાર આરોપીઓએ પોતાની વેપારી પેઢીના નામના બેંક એકાઉન્ટના ખોટા અને બનાવટી બેંક સ્ટેટમેન્ટ જે ખોટા હોવાનું જાણવા છતાં તેને તામિલનાડુ મર્કન્ટાઇલ બેંક લોન પ્રોસિઝરમાં સાચા તરીકે રજૂ કર્યા હતા. આરોપીઓ પુનિત નાનજીભાઇ વ્યાસ તથા નિલેશભાઇ નટુભાઇ નારીગરાઓએ બેંકના જે-તે વખતના બેંક મેનેજર સુંદર રાજેન્દ્રન સુમ્બિયાહ સાથે મળી બેંક લોન કન્સલટન્ટ તરીકે પ્રથમ ૧૭ આરોપીઓની બેંકમાં લોન પ્રોસિઝર કરાવી નરેશભાઇ ઠુમ્મરના નામે બેંકમાંથી ૧૬.૧૬ કરોડની લોન લીધી હતી. આ લોનના નાણા આરોપીઓએ પોતાના અંગત ઉપયોગમાં વાપરી લોનના નાણા સગેવગે કરી તેમજ બાકીના તમામ આરોપીઓએ જણાવેલા ઠેકાણે કોઇ કામ ધંધો કરતાં ન હોવાનું બહાર આવ્યું હતું. પોતાની પાસે રકમ તથા માલનો સ્ટોક ન હોવા છતાં જે-તે વખતે પેઢીના નામે વેપાર ધંધો કરતાં હોવાનું જણાવી બેંકમાંથી અલગ અલગ રકમ મળી કુલ્લે રૂપિયા ૧૬,૧૬,૦૩,૦૦૦ની મત્તાની લોન મેળવી હતી. આ લોનના નાણા આરોપીઓએ પોતાના વેપાર ધંધામાં ઉપયોગ કરવાના બદલે પોતાના અંગત ઉપયોગમાં વાપરી આજદિન સુધી બેંક લોન અને વ્યાજ મળી કુલ્લે રૂ. ૧૬,૫૧,૪૫,૦૦૦ ની મત્તા ભરપાય કરી નથી. સાથે સાથે પોતાના લોન એકાઉન્ટને એન.પી.એ.જાહેર કરાવ્યું હતું. તામિલનાડુ મર્કન્ટાઇલ બેંક સાથે બેંક લોન ધારક તથા લોન કન્સલટન્ટ તથા બેંક મેનેજર તથા વેલ્યુઅર તરીકે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી કરનાર તમામ સામે પોલીસે ૨જી ડિસેમ્બરના રોજ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

FRAUD-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *