Gujarat

સુરતમાં ૮ લાખના દાગીના ભરેલી બેગ રિક્ષામાં ભુલી જતા ઃ પોલીસે શોધી આપી

સુરત
એક મહિલા દોડીને મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં આવી હતી. વાલાક પાટિયાથી રિક્ષામાં બેસી સુરત આયુર્વેદીક ગરનાળા રેલ્વે સ્ટેશન ઉતર્યા હતા અને રૂપિયા ૮ લાખના દાગીના ભરેલું બેગ રિક્ષામાં ભુલાઈ ગયું હોવાની વાતો કરી રહ્યાં હતાં. તમામ માહિતી લીધા બાદ ફરિયાદી બહેનને સાથે રાખી જ્યાં ઉતરેલ હતાં તે જગ્યાથી સિમાડા નાકા સુધીના સળંગ રોડના ચાર પોલીસ સ્ટેશનની હદના ઝ્રઝ્ર્‌ફ ચેક કર્યા હતા. જાેકે કોઈ સફળતા મળી ન હતી. સુરત પોલીસ કંટ્રોલરૂમના સી.સી.ટી.વી કેમેરા અ.હે.કો. દશરથભાઇ રમણભાઇ (બ.નં.૬૭૯)ને સાથે ચેક કર્યા જેમાં ફુટેજની ઝીણવટભરી રીતે અભ્યાસ કરી ફરિયાદી બહેન જે રિક્ષામાં બેસેલા તે રિક્ષાને ફોલો કરી રજીસ્ટ્રેશન નંબર મેળવ્યો હતો. ત્યારબાદ રાત્રિના કલાક ૧૧ વાગ્યે રિક્ષા ચાલકની પરવત પાટિયા પાસેથી ભાળ મેળવી રિક્ષા ચાલકનો સંપર્ક કર્યા બાદ પૂછપરછ કરતા કશું પણ જાણતા ન હોવાનું બહાર આવ્યું હતું. જાેકે રિક્ષામાં ચેક કરતા દાગીના ભરેલું બેગ એ જ જગ્યા પરથી મળી આવ્યું હતું. રિક્ષા ચાલક પણ ચોંકી ગયો હતો. જાેકે ખૂબ જ સારો સહકાર આપ્યો હતો. હેની અરવિંદભાઇ પટેલ (રહે. બાયલી, શિનોર, વડોદરા) એ જણાવ્યું હતું કે,તેઓ સામાજીક કારણોસર વડોદરાથી સુરત બસમાં આવ્યા હતા. જયાંથી વાલક પાટિયા ગયા હતા. ત્યારબાદ રિક્ષામાં બેસી પરત સુરત સ્ટેશન આયુર્વેદિક કોલેજ પાસે ઉતર્યા હતા. ત્યારે બેગ લેવાનું ભુલાઈ ગયું હતું. જાેકે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી વાત કરતા તેમની ઓછા સમયમાં સુંદર કામગીરીથી બેગ અને દાગીના મળી આવ્યા છે. હું એમની બે હાથ જાેડીને આભાર વ્યક્ત કરું છું. એટલું જ નહીં પણ રિક્ષા ચાલકની પ્રામાણિકતાને નમન કરું છે. રિક્ષા ચાલકની એક વાત યાદ રહેશે બેગમાં આપણા નામ અને સરનામાના ટેગ લગાડવા જાેઈએ, દરેક વ્યક્તિની દાનત ખરાબ નથી હોતી. સારા વ્યક્તિઓ આવી કિંમતી ભરેલી બેગ આપવા દૂર સુધી એડ્રેસ પર આવવા પોતાની જવાબદારી સમજે છે.સુરતના મહિધરપુરા પોલીસે ઝ્રઝ્ર્‌ફની મદદથી રિક્ષામાં ભુલાઈ ગયેલી રૂપિયા ૮ લાખના દાગીના ભરેલી બેગને ગણતરીના કલાકોમાં શોધી કાઢી પ્રશંસનીય કામગીરીનું ઉદાહરણ આપ્યું છે. વડોદરાની મહિલા સુરત રેલવે સ્ટેશન પર ઉતર્યા બાદ દાગીના ભરેલું બેગ રિક્ષામાં ભૂલી ગયા હતા. બાદમાં તેમના સુધી બેગ પહોંચાડાયું હતું.

A-bag-full-of-jewelery-was-forgotten-in-the-rickshaw-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *