સુરત
સુરત મહાનગરપાલિકાના કાર્યપાલક ઈજનેર બી.આર. ભટ્ટના જણાવ્યા પ્રમાણે શહેરના તમામેં તમામ સાત ઝોનમાં ૧૧ ડામર પ્લાન્ટ કાર્યરત રાખવામાં આવ્યા છે.તેનાથી શહેરના રસ્તાઓનું ઝડપી સમારકામ થાય તે માટે આ પ્લાન્ટ કાર્યરત રાખવામાં આવ્યા છે. ટૂંક સમયમાં શહેરના તમામ રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરી દેવામાં આવશે. સેન્ટ્રલ ઝોનમાં હજી પણ ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે રસ્તાના રીપેરીંગ કામકાજમાં વિલંબ આવી રહ્યો છે.આમ હવે ચોમાસાની વિદાય સાથે જ બિસમાર થઇ ગયેલા રસ્તાઓનું તાકીદે રીપેરીંગ કામકાજ હાથ ધરીને શહેરીજનોને ખાડામાંથી મુક્તિ અપાવવા માટે મહાનગરપાલીકાનું તંત્ર કામે લાગ્યું છે. જાેકે આ આખા ચોમાસા દરમ્યાન પહેલા ક્યારેય નહીં આવી હોય તેટલી ફરિયાદો રસ્તા બાબતે કોર્પોરેશનને મળી હતી. જાેકે શહેરીજનો એ અપેક્ષા રાખીને બેઠા છે કે દર વર્ષે રસ્તા બાબતે શહેરીજનોને નડતી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે અને હવે મજબૂત ટકાઉ અને ભ્રષ્ટાચાર મુક્ત રસ્તા જ બનાવવામાં આવે.રાજ્યના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે વરસાદ બગડેલા રસ્તાઓનું ૯૦ ટકા સમારકામ પૂરું થઈ ગયું છે. તેમણે ખરાબ માર્ગોના રીપેરીંગ માટે ઓનલાઇન ફરિયાદ માટે નંબર પણ જાહેર કર્યો હતો. નંબર બહાર પડતાની સાથે જ અસંખ્ય ફરિયાદો આવવા લાગી. સમગ્ર રાજ્યમાંથી સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકાને ૧૪૩૬ ફરિયાદો મળી હતી. આ ફરિયાદોમાંથી ૧૧૮૬ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હોવાનો દાવો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે., જ્યારે હવે ફક્ત ૨૫૦ ફરિયાદો હવે પેન્ડિંગ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીના જણાવ્યા અનુસાર, વરસાદના કારણે શહેરમાં ૭૦.૩૫ કિલોમીટર સુધીના રસ્તાને નુકસાન થયું છે જેમાં ઘણા મુખ્ય માર્ગો અને આંતરિક માર્ગો આવી જાય છે. આ રસ્તાઓમાંથી ૬૪.૮૫ કિમીનું મરમ્મ્ત કામ પૂર્ણ થયું છે. આ ૯૨ ટકા રસ્તાના રીપેરીંગ માટે કુલ ૫.૨૭ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. વરસાદના કારણે ખરાબ અને બિસમાર થયેલા શહેરના ૭૦.૩૫ કિમી રસ્તાઓમાંથી ૬૪.૮૫ કિમીના રસ્તાના સમારકામની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જયારે બાકીના ૫.૫ કિલોમીટરનું કામ પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. જાેકે સમયાંતરે વરસી રહેલાવરસાદના કારણે પેચ વર્ક કરવામાં મુશ્કેલી આવી રહી છે.