થાનગઢ
થાનગઢ વીજટીમ જ્યારે તપાસ હાથ ધરવા ગઇ ત્યારે ઘટના સ્થળે ૧૫ ટીસી જાેવા મળ્યા હતા. પરંતુ પીજીવીસીએલ અધિકારીઓ કાર્યવાહી હાથ ધરી કાગળીયા સહિતની કાર્યવાહીમાં હતા.તે દરમિયાન આ ૧૫ ટીસીમાંથી મોટા ભાગના ટીસી સગેવગે કરી નાંખવામાં આવ્યા હતા.આમ દરોડામાં ૩ ટીસીજ ઝડપાયાનુ જણાવાતા બાકીના ટીસી ક્યાં પગ કરી ગયા તે ચર્ચાનો વિષય બન્યો છે.જ્યારે આ ચાલુ કાર્યવાહી દરમિયાન થતા દરોડો કરનાર ટીમ પર શંકા ઉપજાવે છે. ૪ લાખના ખર્ચે ટીસી લાઇવીને જ્યોતીગ્રામની ૧૧ કેવી પાવરની લાઇનમાં ડાયરેક્ટ લંગરીયાનાંખી દેતા હતા.જે ટીસી સાથે જાેડાણ કરતા વીજવોલ્ટેજ ૪૨૦ લોવોલ્ટેજમાં બદલાઇ જતો હતો.આમ આ વીજપાવરની મદદથી ખાણમાંથી પાણી બહાર કાઢવા દેડકોમશીન સહિત ડ્રિલીંગ મશીનોને પાવર પુરો પાડતા હતા. થાનમાંથી પકડાયેલી આ વીજચોરીમાં ભુમાફીયાઓ થાનગઢના રૂપાવટી, લાખામાચી, દેવળીયા, સરોડી, રામપરા ગામોને વીજપુરઠો પુરો પાડતી લાઇનમાંથી વીજચોરી કરતા હતા.આમ વીજચોરીના કારણે ગામના લોકોને ઓછો પુરવઠો મળતો હોવાની સમસ્યા હતા.જયારે વીજચોરીને લઇ મસમોટા બીલો પણ ગામલોકોના શીરે જતા હોવાનું ધ્યાને આવ્યુ હતુથાનગઢના રૂપાવટી ગામ વિસ્તારમાં ગેરકાયદેસર કનેક્શન લઇ કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન થતુ હોવાની બુમરાડો ઉઠી હતી.જેને લઇ વિજકંપની ટીમે ચેકીંગ કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં સુરક્ષા માટે હથીયારધારી એસઆરપીને સાથે રાખી ૧૫ ટીમોએ દરોડા કર્યા હતા.જેમાં ત્રણ ખાનગી ટીસી સહિત રૂ.૧૫ લાખનો મુદામાલ જપ્ત કરતા વીજચોરોમાં દોડધામ મચી જવા પામી હતી.
