*લખતર તાલુકાના ઓળક ગામની સિમ માંથી મૃત હાલત માં મળી આવેલ રાષ્ટ્રીય માદા પક્ષી ઢેલ નું પોસ્ટમોર્ટમ કરવા સુરેન્દ્રનગર થી ટિમ લખતર આવી હાલ બર્ડ ફલૂની દહેશત હોય અને રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લા માં તકેદારી રાખવાની સૂચના હોય પોસ્ટમોર્ટમ કરી સેમ્પલ એફ.એસ.એલ માં રાજકોટ મોકલાવાશે. લખતર તાલુકાના ઓળક ગામ ની સિમ માંથી ગઇકાલે 8 ઢેલ અને એક તેતર મૃત હાલત માં મળી આવ્યા હતા ત્યારે હાલ દેશભર માં બર્ડ ફલૂ એ દેખા દીધી છે અને દેશ ના ઘણા રાજ્યો માં મરઘી બતક સહિત અનેક પક્ષીઓ બર્ડ ફલૂ નો શિકાર બની મોત ને ભેટ્યા છે.
*લખતર તાલુકાના એશિયાના સૌથી મોટો પમપિંગ સ્ટેશન પાસે ઓળકની સિમ જમીન માંથી 8 ઢેલ અને એક તેતર મૃત હાલતમાં મળી આવેલ હોય અને હાલ બર્ડ ફલૂ ની દહેશત હોય અને ખાસ તકેદારી રાખવાની હોય લખતર ફોરેસ્ટ વિભાગના આર.એફ.ઓ એમ.પી.પરમાર દ્વારા *લખતર વેટનરી ડોકટર અને સુરેન્દ્રનગર ડી.સી.એફ દેસાઈ સાહેબ ને જાણ કરી હતી આથી
*સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પશુપાલન શાખા ના અધિકારી ઇન્ચાર્જ પશુપાલન નિયામક ડો. જી. આર.ક હાગરા ડો.કે.એમ. પરમાર લખતર વેટનરી ડો.ભાવેશ પટેલ સહિતની ટિમ લખતર ફોરેસ્ટ ઓફીસ માં પહોંચી રાષ્ટ્રીય માદા પક્ષી ઢેલ નું પીએમ કરી સેમ્પલ લઈ રાજકોટ એફ.એસ.એલ માં મોકલવા તજવીજ હાથ ધરી હતી.
