Gujarat

સેસા ઓઈલના માલિક મૌલેશ ઉકાણીનું આજે કરોડોનું ટર્નઓવર

ગાંધીનગર,
રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશભાઈ પટેલ અને સોનલબેન પટેલના પુત્ર જયના જાજરમાન લગ્ન મોરબીની આજવીટો ટાઈલ્સના માલિક અરવિંદભાઈ પટેલ અને શીતલબેન પટેલની પુત્રી હેમાંશી સાથે આગામી તા.૧૪ થી ૧૬ નવેમ્બરના રાજસ્થાનના જાેધપુર મુકામે ઉમેદભવન પેલેસ ખાતે યોજાઇ રહ્યાં છે. જાેધપુરના ઉમેદભવન પેલેસ ખાતે યોજાનારા આ ઉદ્યોગપતિ પરિવારના જાજરમાન લગ્ન સમારોહમાં ત્રણ દિવસના ફંક્શન દરમિયાન અનેક કાર્યક્રમો યોજાવાના છે, જેમાં તારીખ ૧૪ થી ૧૬ નવેમ્બર માટે આખી હોટલ ઉમેદભવન પેલેસ અને હોટલ અજિતભવન પેલેસ બુક કરવામાં આવ્યા છે. લગ્નમાં કન્યા-વર પક્ષના ૧૫૦-૧૫૦ લોકો મળીને કુલ ૩૦૦ લોકોને જ આમંત્રણ અપાયું છે. જાેધપુરના ઉમેદભવન પેલેસને ભારતની સૌથી મોંઘી હોટલ ગણવામાં આવે છે. અહીંના હનીમૂન સ્યૂટનું ભાડું રૂપિયા સાડા સાત લાખ પ્રતિ રાત્રી છેરાજસ્થાનના જાેધપુર મુકામે ઉમેદભવન પેલેસ ખાતે તા.૧૪થી ૧૬ નવેમ્બરના રોજ લગ્નનું આયોજન બાન લેબ્સ કંપનીની મૌલેશભાઇએ એક ઉંચાઇ પર પહોંચાડી રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશ પટેલે પોતાના પુત્રના રજવાડી લગ્નનું આયોજન કર્યું છે. તેમણે જાેધપુરના વૈભવી મહેલ ઉમેદભવનને પુત્રના લગ્ન માટે બુક કરાવ્યો છે. આ એ જ પેલેસ છે જ્યાં બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જાેનાસે મેરેજ કર્યા હતા. ત્યારે આ વૈભવી પેલેસમાં પોતાના પુત્રના લગ્ન યોજનારા રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશ પટેલ-ઉકાણી કોણ છે? એ જાણવા સૌકોઇ ઉત્સુક હશે. તો તમને જણાવી દઈએ કે મૌલેશ ઉકાણી સેસા હેઇર ઓઇલની બ્રાન્ડની માલિકી ધરાવતા હોવાથી દેશભરમાં જાણિતા છે. તેઓ પોતાની આ જાણિતી બ્રાન્ડ સેસાને ૧૨૦૦ કરોડ રૂપિયામાં વેચીને માલામાલ થયા હતા. એટલું જ નહીં એક સમયે મૌલેશ ઉકાણીએ મસમોટો એડવાન્સ ટેક્સ ભરીને પણ બધાનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું હતું. બાન લેબ્સ કંપનીની મૌલેશભાઇએ એક ઉંચાઇ પર પહોંચાડી છે.૧૯૬૬માં મૌલેશભાઇના પિતાએ ડાહ્યાભાઇ પટેલે માત્ર રૂપિયા ૧૬ હજારના રોકાણથી કંપનીની શરૂઆત કરી હતી. હાલ કંપની હજારો કરોડના ટર્નઓવર પર પહોંચી છે. મૌલિકભાઇ માત્ર ઉદ્યોગમાં જ નહીં પણ સામાજિક ક્ષેત્રે કાર્યરત ૪૦ જેટલી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. દ્વારકાધીશમાં શ્રદ્ધા ધરાવનારા મૌલેશભાઈની જયારે દ્વારકા મંદિરના ટ્રસ્ટી તરીકે નિમણુંક કરવામાં આવી ત્યારે તેઓએ એ ઘડીને જીવનની સર્વ શ્રેષ્ઠ હોવાની અને ભગવાનની સેવા કરવાનો મોકો આપ્યો હોવાનું મૌલેશભાઇએ માધ્યમોને જણાવ્યું હતુ. હેર ઓઇલ બ્રાન્ડનો મોટાભાગનો હિસ્સો રૂ. ૧૨૫૦ કરોડમાં વેચ્યો હતો.

Maulesh-Ukani-Brand-Sesa.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *