Gujarat

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલના ભાવમાં નરમાઈનો માહોલ

કોટનનો વાયદો રૂ.32,000ના સ્તરની નીચે સરક્યોઃ કપાસમાં પણ ઘટાડોઃ સીપીઓ, રબર, મેન્થા તેલ સુધર્યાઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 117 પોઈન્ટ, મેટલડેક્સ ફ્યુચર્સમાં 76 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 55 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,48,079 સોદાઓમાં કુલ રૂ.12,983.17 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના નવેમ્બર વાયદામાં 117 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના નવેમ્બર વાયદામાં 76 પોઈન્ટ તથા એનર્જી ઈન્ડેક્સના ડિસેમ્બર વાયદામાં 55 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 68,157 સોદાઓમાં કુલ રૂ.4,342.02 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.49,170ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.49,374 અને નીચામાં રૂ.49,092 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.17 વધી રૂ.49,331ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.37 વધી રૂ.39,502 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.7 વધી રૂ.4,896ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.66,669 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.67,150 અને નીચામાં રૂ.66,350 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.133 ઘટી રૂ.67,011 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.127 ઘટી રૂ.67,115 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.132 ઘટી રૂ.67,110 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 11,418 સોદાઓમાં રૂ.2,092.47 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.05 વધી રૂ.214.15 અને જસત નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.75 ઘટી રૂ.275ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.20 વધી રૂ.746.15 અને નિકલ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.10.6 ઘટી રૂ.1,525.20 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.70 ઘટી રૂ.189ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 24,032 સોદાઓમાં કુલ રૂ.1,878.66 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,958ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,992 અને નીચામાં રૂ.5,935 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.68 ઘટી રૂ.5,947 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.50 ઘટી રૂ.358.20 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 2,122 સોદાઓમાં રૂ.247.24 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,757ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1757 અને નીચામાં રૂ.1757 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.27 ઘટી રૂ.1,757 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર નવેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.18,150ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.18,390 અને નીચામાં રૂ.18,150 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.288 વધી રૂ.18,300ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ નવેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,102.90ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1107 અને નીચામાં રૂ.1094.60 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.3.20 વધી રૂ.1106.10 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.30 વધી રૂ.940.40 અને કોટન નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.410 ઘટી રૂ.31,950 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 12,172 સોદાઓમાં રૂ.2,078.29 કરોડનાં 4,220.453 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 55,985 સોદાઓમાં કુલ રૂ.2,263.73 કરોડનાં 338.581 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.256.11 કરોડનાં 12,060 ટન, જસતના વાયદાઓમાં રૂ.224.05 કરોડનાં 8,140 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,018.38 કરોડનાં 13,710 ટન, નિકલના વાયદાઓમાં રૂ.540.20 કરોડનાં 3,547.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.53.73 કરોડનાં 2,835 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 11,316 સોદાઓમાં રૂ.982.02 કરોડનાં 16,51,900 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 12,716 સોદાઓમાં રૂ.896.64 કરોડનાં 2,48,53,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 1 સોદાઓમાં રૂ.0.04 કરોડનાં 4 ટન અને કોટનના વાયદાઓમાં 917 સોદાઓમાં રૂ.92.81 કરોડનાં 28875 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 142 સોદાઓમાં રૂ.5.26 કરોડનાં 55.8 ટન, રબરના વાયદાઓમાં 32 સોદાઓમાં રૂ.0.64 કરોડનાં 35 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,030 સોદાઓમાં રૂ.148.49 કરોડનાં 13,620 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 15,573.180 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 521.113 ટન, એલ્યુમિનિયમમાં 14,990 ટન, જસત વાયદામાં 9,620 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 17,862.500 ટન, નિકલ વાયદામાં 2,296.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 4,775 ટન, ક્રૂડ તેલમાં 8,29,800 બેરલ અને નેચરલ ગેસમાં 1,12,31,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 120 ટન, કોટનમાં 136900 ગાંસડી, મેન્થા તેલમાં 378.36 ટન, રબરમાં 60 ટન, સીપીઓમાં 85,110 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,431 સોદાઓમાં રૂ.127.73 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 633 સોદાઓમાં રૂ.51.52 કરોડનાં 697 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 587 સોદાઓમાં રૂ.59.93 કરોડનાં 712 લોટ્સના વેપાર થયા હતા. એનર્જી ઈન્ડેક્સના વાયદામાં 211 સોદામાં રૂ.16.28 કરોડનાં 213 લોટ્સનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,290 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 944 લોટ્સ તથા એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 307 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ નવેમ્બર વાયદો 14,750ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,837 અને નીચામાં 14,720ના સ્તરને સ્પર્શી, 117 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 2 પોઈન્ટ ઘટી 14,817ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ નવેમ્બર વાયદો 16,805ના સ્તરે ખૂલી, 76 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 61 પોઈન્ટ ઘટી 16,862ના સ્તરે પહોંચ્યો હતો. એનર્જી ઈન્ડેક્સનો ડિસેમ્બર વાયદો 55 પોઈન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રનાં અંતે 66 પોઈન્ટઘટી 6,096ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 40,919 સોદાઓમાં રૂ.4,295.05 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.444.28 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.129.93 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,720.65 કરોડનાં કામકાજ થયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *