મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,54,379 સોદાઓમાં કુલ રૂ.12,620.49 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓક્ટોબર વાયદામાં 89 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓક્ટોબર વાયદામાં 184 પોઈન્ટ તથા એનર્જી ઈન્ડેક્સના નવેમ્બર વાયદામાં 82 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 83,150 સોદાઓમાં કુલ રૂ.4,410.57 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,410ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,537 અને નીચામાં રૂ.47,308 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.156 વધી રૂ.47,447ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.95 વધી રૂ.38,112 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.11 વધી રૂ.4,719ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,199ના ભાવે ખૂલી, રૂ.152 વધી રૂ.47,338ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.63,618 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.64,391 અને નીચામાં રૂ.63,552 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.927 વધી રૂ.64,193 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.895 વધી રૂ.64,346 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.867 વધી રૂ.64,315 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 17,066 સોદાઓમાં રૂ.3,377.61 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.70 વધી રૂ.256.05 અને જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.25 ઘટી રૂ.308ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.8.50 વધી રૂ.804.35 અને નિકલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.34.5 વધી રૂ.1,586.80 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.15 વધી રૂ.191ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 32,154 સોદાઓમાં કુલ રૂ.2,716.64 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,192ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,298 અને નીચામાં રૂ.6,192 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.111 વધી રૂ.6,287 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.50 ઘટી રૂ.370.50 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 2,297 સોદાઓમાં રૂ.243.64 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,700ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1700 અને નીચામાં રૂ.1700 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.9.50 ઘટી રૂ.1,700 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ઓક્ટોબર વાયદો 100 કિલોદીઠ રૂ.17,140ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,550 અને નીચામાં રૂ.17,100 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.449 વધી રૂ.17,500ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,102.30ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1115.40 અને નીચામાં રૂ.1102.30 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.9.30 વધી રૂ.1112.10 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9.30 ઘટી રૂ.922.30 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.20 ઘટી રૂ.30,540 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 11,133 સોદાઓમાં રૂ.1,489.15 કરોડનાં 3,139.605 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 72,017 સોદાઓમાં કુલ રૂ.2,921.42 કરોડનાં 455.922 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.329.20 કરોડનાં 12,840 ટન, જસતના વાયદાઓમાં રૂ.459.18 કરોડનાં 14,835 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,474.58 કરોડનાં 18,3450 ટન, નિકલના વાયદાઓમાં રૂ.928.80 કરોડનાં 5,911.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.185.85 કરોડનાં 9,685 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 8,226 સોદાઓમાં રૂ.795.04 કરોડનાં 12,80,500 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 23,928 સોદાઓમાં રૂ.1,921.60 કરોડનાં 5,11,70,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 1 સોદાઓમાં રૂ.0.03 કરોડનાં 4 ટન અને કોટનના વાયદાઓમાં 751 સોદાઓમાં રૂ.74.73 કરોડનાં 24525 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 359 સોદાઓમાં રૂ.13.79 કરોડનાં 147.96 ટન, રબરના વાયદાઓમાં 53 સોદાઓમાં રૂ.0.99 કરોડનાં 57 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,133 સોદાઓમાં રૂ.154.10 કરોડનાં 13,900 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,4352 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 616.217 ટન, એલ્યુમિનિયમમાં 15,685 ટન, જસત વાયદામાં 9,825 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 15,902.500 ટન, નિકલ વાયદામાં 3,604.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 5,125 ટન, ક્રૂડ તેલમાં 6,98,900 બેરલ અને નેચરલ ગેસમાં 1,14,45,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 128 ટન, કોટનમાં 136650 ગાંસડી, મેન્થા તેલમાં 448.56 ટન, રબરમાં 43 ટન, સીપીઓમાં 75,510 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 2,125 સોદાઓમાં રૂ.181.73 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,159 સોદાઓમાં રૂ.92.32 કરોડનાં 1,298 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 816 સોદાઓમાં રૂ.77.29 કરોડનાં 850 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,824 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,278 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 14,197ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,265 અને નીચામાં 14,176ના સ્તરને સ્પર્શી, 89 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 97 પોઈન્ટ વધી 14,247ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓક્ટોબર વાયદો 18,087ના સ્તરે ખૂલી, 184 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 180 પોઈન્ટ વધી 18,231ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 17,587 સોદાઓમાં રૂ.1,690.30 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.235.11 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.124.07 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,331.12 કરોડનાં કામકાજ થયાં હતાં.
