અમદાવાદ
તમિલનાડુના કુન્નુરમાં બુધવારે દુર્ઘટના ઘટી હતી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતને લઈને જઈ રહેલુ સ્ૈં-૧૭ફ૫ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. જેમા જનરલ બિપિન રાવત સહિત હેલિકોપ્ટરમાં સવાર ૧૩ લોકોના મૃત્યુ થયા હતા. બિપિન રાવતન નિધનને લઈને રાજુલાના ભેરાઈ ગામના એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર વિવાદીત ટિપ્પણી કરી હતી. આ શખ્સનું નામ શિવા આહીર છે, તેણે પોતાના ફેસબૂક એકાઉન્ટ પર વાંધાજનક લખાણ લખતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે. શિવા આહીરે પોતાના ફેસબૂક એકાઉન્ટમાં વિવાદીત ટીપ્પણી પોસ્ટ કરી હતી. જે બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હરકતમાં આવી હતી અને ભેરાઈ ગામથી શિવા આહીરની અટકાયત કરવામાં આવી હતી. હાલમાં શિવા આહીર સામે ફરિયાદ નોંધી તેની પૂછપરછ થઈ રહી છે. આ બાબતે અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી અમિત વસાવાએ જણાવ્યું કે, બિપિન રાવતના નિધન બાદ સોશિયલ મીડિયામાં અભદ્ર લખાણ લખીને લાગણી દુભાય તેવા વ્યક્તિને અમે અમરેલીથી પકડી લીધો છે. આ વ્યક્તિ માત્ર બિપિન રાવત નહિં પણ સમાજમાં સંઘર્ષ થાય તેવા લખાણ પણ લખતો હતો. આરોપીની અમે અમરેલીથી પકડીને લાવ્યા છીએ અને વધુ તપાસ શરૂ કરી છે


