Gujarat

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજનાં અધિવેશનમાં પ્રમુખપદે અલ્કેશ ભટ્ટની વરણી

જુનાગઢ
બોટાદ જિલ્લાના રાણપુર બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ખાતે તા. રપ અને ર૬ સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજનું ર૬મુ અધિવેશન યોજાયું હતું. જેમાં રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, બોટાદના એસપી શ્રી હર્ષદ મહેતા, એસપી ડો. ગીરીશ પંડયા તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ છેલભાઇ જાેષી, જુનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ કે. ડી. પંડયા, હસુભાઇ જાેષી, રૂપલબેન લખલણી, આરતીબેન જાેષી, ગાયત્રીબેન જાની, દિવ્યાબેન જીજ્ઞાબેન તેમજ પત્રકાર જયેશ દવે તેમજ સૌ.-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના નવા વરાયેલ, જીલ્લા પ્રમુખો ટ્રસ્ટના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને પૂર્વ પ્રમુખપદે તેમજ ભુવનેશ્વરી પીઠ ગોંડલના ઘનશ્યામજી મહારાજ તેમજ બીએપીએસ મંદિર રાણપુરના મુની સેવા સ્વામી સહિતના એ આશિબેન પાઠવ્યા હતાં. તેમજ ગત સંમેલનથી આ સંમેલન સુધીના સમયગાળા દરમ્યાન દિવંગત થયેલ જુનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પરેશભાઇ જાેષી, સહિત સમાજ શ્રેષ્ઠીઓને શ્રધ્ધાંજલી આપવામાં આવેલ તેમજ વિષય વિચાર સરણી બેઠક સંગીત સંધ્યા સહિતના કાર્યક્રમો યોજાયા હતા અને સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે બોટાદના અલ્કેશભાઇ ભટ્ટની વરણી કરવામાં આવેલ જેને પુર્વ પ્રમુખ છેલશંકરભાઇ જાેષી સહિત સમાજના આગેવાનોએ આવકારી તેમને સંપૂર્ણ સાથ સહકાર આપવા ખાતરી આપી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *