Gujarat

સૌરાષ્ટ્ર ,ગુજરાત તેમજ ભારતભર ના નાના મોટા આશ્રમ,જગ્યાઓ,સંતો-મહંતો તેમજ સંપ્રદાય અને વિહળ પરીવાર સેવક સમુદાય મા ખુબજ આગવુ સ્થાન મેળવેલ છે..

બોટાદ જીલ્લાના પાળીયાદ ગામે આવેલ વિખ્યાત દેહાણ વિસામણબાપુની જગ્યાના સંચાલક અને અખીલ ભારતીય સંત સમિતિના કાયમી આમંત્રિત સભ્ય ભયલુબાપુ નો આજે જન્મદિવસ છે.આજ રોજ તા.૧૮/૧૦/૨૦૨૧ ને સોમવાર ના રોજ પરમ પુજય વિસામણબાપુ ની જગ વિખ્યાત દેહાણ પરંપરા ની વિહળધામ જગ્યા પાળીયાદ ના મહંત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર નિર્માળાબા ઉનડબાપુ ના પ્રતિનિધિ અને જગ્યા ના વ્યવસ્થાપક તેમજ ખૂબ પ્રેમાળ અને લાગણીસીલ તેમજ કર્તવ્યનિષ્ઠ અને હાલ ના સમય પ્રમાણે દુનિયા સાથે પગલુ ભરનારા તેમજ તાજેતર મા અખિલ ભારતીય સંત સમિતિમાં કાયમી સભ્યપદે નિયુક્ત થયેલ પૂજ્ય શ્રી ભયલુબાપુ ના જન્મ દિવસ નિમિત્તે એમના ચરણો મા કોટી કોટી વંદન.તેમજ ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથ તેમજ પુજ્ય બા શ્રી ના આશીર્વાદ અને કૃપા સદાય રહે.પુજ્ય ભયલુબાપુ પોતાના મળતાવડા સ્વભાવ અને પ્રેમ તેમજ હૂંફ ના લીધે સૌરાષ્ટ્ર , ગુજરાત તેમજ ભારતભર ના નાના મોટા આશ્રમ , જગ્યાઓ,સંતો-મહંતો તેમજ સંપ્રદાય અને વિહળ પરીવાર સેવક સમુદાય મા ખૂબ આગવુ સ્થાન મેળવેલ છે..
અખિલ ભારતીય સંત સમિતિએ ધર્મ અને અધ્યાત્મ ક્ષેત્રે કાર્યરત એવી રાષ્ટ્રીય સ્તરે કામ કરતી સંસ્થા છે આ સમિતિ દ્રારા સભ્યપદે નિયુક્ત થયા એ તેમની વહીવટી કુશળતા તથા ઉદાર વિચારધારા નું પરિણામ છે…
પુજ્ય ભયલુબાપુ ને મળેલ આ સ્થાન વિહળ પરિવાર સેવક સમુદાય તેમજ સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ અને સેવક સમુદાય માટે આ ગૌરવની વાત છે.
આવા માનવંત સ્થાનને પ્રાપ્ત કરલે પૂજ્ય શ્રી ભયલુબાપુ નો જન્મ દિવસ નિમિતે ઠાકર વિહળાનાથ ને પ્રાર્થના કરીયે કે પુ.ભયલુબાપુ હંમેશા ખુશ રહે સ્વસ્થ અને નિરોગી રહે તેમની યસ પ્રતિષ્ઠા કીર્તિ જગતભર મા ખૂબ વધે.પૂજ્ય શ્રી ભયલુબાપુ ની સરળતા નમ્રતા, વિવેક અને વહીવટી ગુણો ની પ્રશંસા તેમજ સફેદ કપડામા ભગવા હદયવાળા વ્યક્તિ નું રૂપ એટલે આપડા સહુના પ્રિય ને વ્હાલ સોયા પુજ્ય ભયલુબાપુ ને હજુ વધુ એક વાર જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનો પાઠવીએ છીએ.પુજ્ય ભયલુબાપુ એ આજે પોતાના જન્મદિવસ ની ઉજવણી હાલ કોરોના મહામારી ને કારણે સદંતર બંધ રાખેલ છે.એકદમ સાદાય થી જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે….

IMG-20211017-WA0584.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *