પાટણ,
એક દિવસની મુલાકાતે આવેલા હાઈકોર્ટે જસ્ટીસ જિલ્લા અને પાટણ કોર્ટનાં યુનિટ જજ વૈભવીબેન નાણાવટી પાટણ કોર્ટનાં ન્યાયિક અધિકારીઓઓનું સ્વાગત કર્યું હતું. પાટણ જિલ્લા અદાલતની આ બેઠકના પ્રારંભે જિલ્લા જજ ડી.એ.હિંગુએ તેમનું શબ્દોથી સ્વાગત કરીને હાઇકોર્ટના જજનો પરિચય આપ્યો હતો. બાદમાં તેમને પાટણની રાણીની વાવ અને અન્ય ઐતિહાસિક સ્થાપત્નીથી મોમેન્ટો અર્પણ કરીને તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પાટણ સેસન કોર્ટ ના જજ એ. કે.શાહ.અને મેજિસ્ટ્રેટ પ્રિયંકા લાલે પણ તેમનું સ્વાગત કર્યું હતું. આ બેઠકમાં પાટણ જિલ્લાની તમામ અદાલતોમાં થતી કામગીરીનાં આંકડાનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યુ હતું અને તેની સમીક્ષા પણ કરાઈ હતી. તથા પીરીયોડિકલ મિટીંગની ચર્ચા કરાઈ હતી. વહિવટી પ્રક્યિામાં પ્રગતિની પણ સમીક્ષા કરાઈ હતી.આ ઉપરાંત પાટણ જિલ્લાની કોર્ટોમાં રહેલા કેસોનાં ઝડપી નિકાલ માટેની ચર્ચા કરીને તે અંગે ઝડપથી અને કેસોનું ભારણ ઘટાડવા માટે પણ જણાવ્યું હતું. સમગ્ર બેઠકના અંતે હાઈકોર્ટ જસ્ટીસે બેઠક અંગેનો પડતર નિકાલ લાવવાની પણ સૂચના આપી હતી.આ પ્રસંગે પાટણ જિલ્લા જજ ડી.એ.હિંગુ, જજાે એ.કે.શાહ, એમએસ.દવે, કુ. કે.આર. પ્રજાપતિ સહિત પાટણ જિલ્લાની તમામ અદાલતોનાં મેજિસ્ટ્રેટો અને જજાે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પાટણ કોર્ટનાં મેજિસ્ટ્રેટ પાટણ તાલુકા કાનુની સેવા સત્તામંડળનાં સેક્રેટરી એમઆર ઠકકરે ક્યું હતું. આભાર વિધી સેસન્સ જજ એ.કે. શાહે કરી હતી.હાઈકોર્ટ જસ્ટીસે પોતાના પ્રવચનમાં પાટણનાં જિલ્લાની કામગીરી સંતોષ જનક હોવાનું જણાવ્યું હતું તેમણે કહ્યું કે, આપણે સૌ ન્યાયતંત્રના સિપાઈ છીએ આપણે ન્યાયતંત્રનું ગૌરવ જાળવી રહ્યા છીએ. જે રીતે આપણી પાયો પાક્કો હશે, તો બિલ્ડીગમાં પણ મજબૂત બનશે. એ રીતે ન્યાયતંત્ર આ સમાજનો પાયો છે. તે આપણા થકી મજબૂત હોવો જઈએ. આપણે સૌ બંધારણના મજબૂત પાલન કર્તા પણ છીએ.બંધારણ નો રોજરોજ અભ્યાસ કરવો જાેઈએ.હાઇકોર્ટ જસ્ટીસે એક જજ પૂસ્તકનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આ બુકનો અભ્યાસ કરવો જાેઈએ તેમાં ન્યાયતંત્ર બાબતે ઘણું સારું લખાયું છે. તેવો તેમાં ઘણા માર્ગદર્શક બન્યા છે. આપણે આપણા ન્યાયતંત્ર ને મજબૂત બનાવવાનું છે. આપણે આપણી જાતને યાદ કરાવવાનું છે કે, આપણે આપણી જે રીતે ફરજ બજાવીને ન્યાય આપી રહ્યા છીએ તે આપણી સમજને આધારે ર્નિણયો જાહેર કરીએ છીએ તેનાથી આપણને શું મળે છે? આપણે સૌ આપણી ફરજ બજાવી રહિયા છીએ. આપે કોઈને ર્નિણયોથી સંતોષ આપી શકીશું કે નહીં તે વિચારવાનું નથી. આપણને સત્તા આપી છે તે એક ફરજનો ભાગ છે.


