જામનગરતાલુકાના ચેલા ખાતે હાલાર રાજપૂત સમાજ દ્વારા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો.
આ તકે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે સન્માન બદલ રાજપૂત સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો અને રાજપૂત સમાજના વ્યવહારમાં, કામમાં તથા વ્યક્તિગત બાબતોમાં પણ તમામ રીતે મદદરૂપ થવા તથા શક્ય તે તમામ સહકાર આપવા મંત્રીશ્રીએ ખાતરી આપી હતી.આ પ્રસંગે રાજપૂત સમાજના પ્રમુખશ્રી જયેંદ્રસિંહ, માર્કેટીંગ યાર્ડના ચેરમેન શ્રી પ્રવિણસિંહ, કુમારપાલસિંહ, સરપંચ શ્રી રાજભા, વિઠ્ઠલભાઈ માંડવીયા સહિતના આગેવાનો તેમજ રાજપૂત સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
