રિપોર્ટ.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ખેડા જીલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી ઝડપવામાં મહુધા પોલીસને મોટી સફળતા મળી છે.પોલિસ દ્વારા હેરંજ ચેકપોસ્ટ પરથી મકાઈની ગુણોની આડમાં લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સહિત રૂ.17.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહુધા પોલિસને દારૂની હેરાફેરી બાબતે મળેલી ચોક્કસ બાતમીને આધારે પોલિસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જે દરમ્યાન
મહુધાની હેરંજ ચેકપોસ્ટ પાસેથી
મકાઈની ગુણોની આડમાં ટ્રકમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો હતો.પોલિસ દ્વારા ટ્રંકમાંથી 243 પેટી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ ટ્રક સહિત 17.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જ્યારે આરોપી ટ્રક ડ્રાઈવર ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો.પોલિસ દ્વારા તેની તપાસ કરવા સહિત કાર્યવાહી હાથ ધરાઈ છે.


