પાલનપુર
તમિલનાડુમાં ઘટેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થનાર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા અને ૧૧ સેનાના અધિકારીઓના પણ નિધન થયા છે. જેના કારણે અત્યારે સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જેને લઇ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ગુરુનાનક ચોક ખાતે કેન્ડલ માર્ચ યોજી નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થનાર વીર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતીતમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા સહિત ૧૧ સેનાના અધિકારીઓ પણ શહીદ થયા છે. જે શહીદ વીરોને બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી.
