Gujarat

૧૦૦ કરોડના હીરા લોકલ માર્કેટમાં વેચી દીધા ઃ ૩ની ધરપકડ

સુરત
સુરતની સચીન સેઝમાંથી ડીઆરઆઈ કંપનીના સંચાલકો કાગળ પર ઓરિજિનલ ડાયમંડ આયાત કરવાનું બતાવી હલકી કક્ષાના ડાયમંડ મંગાવતા હતા. ઓરિજિનલ ડાયમંડની કિંમત વધુ હોય કરોડો રૂપિયાનું વિદેશી હુંડિયામણ હોંગકોંગ પહોંચી જતું હતું જ્યાં આ કંપની ઉભી કરનાર ભેજાબાજ બેસતો હતો. કંપની ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધી ૧૦૧૬ કરોડ હવાલા મારફત મોકલી અપાયા છે. જે હીરા આવતા હતા તેને એક્સપોર્ટ કરવા માટે વીંટી સહિતના દાગીના બનાવી ઓરિજિનલના નામે એક્સપોર્ટ કરી દેવાતા હતા. જેના કારણે કોઇને શંકા થતી ન હતી. આ રીતે ૯૬૦ કરોડનું બોગસ એક્સપોર્ટ કરવામાં આવ્યું હતું. હોંગકોંગથી ફાયનાન્સ થયા બાદ કંપની ઊભી કરવામાં આવી હતી. ડાયમંડ કેટલાં આવ્યા, કોને કેટલાં આપવાના છે અને સુરતમાં કોનો સંપર્ક કરવાનો છે બધુ જ સોશિયલ મીડિયા મારફત કરાતું હતું. હોંગકોંગમાં બેઠેલી વ્યક્તિ સુરતી જ હોવાનું ડીઆરઆઇ માની રહી છે. મોટી ગજાની ડાયમંડ કંપનીઓ પણ તેમાં સામેલ હોવાની શંકાના આધારે ડીઆરઆઇએ હોગકોંગના આરોપીની પણ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ડિરેક્ટરો હવાલાથી રૂપિયા મોકલતા જ હતા પરંતુ સ્થાનિક લેવલે જાે કોઇને ઓરિજિનલ હીરા ડ્યુટી ભર્યા વગર જાેઇતા હોય તો બે ટકા કમિશન પર આપતા પણ હતા. જેના માટે તેઓ જે સિન્થેટિક ડાયમંડ બે નંબરમાં મંગાવાતા તેની સાથે જ ઓરિજિનલ ડાયમંડ પણ મંગાવી લેતા હતા અને તેને બારોબાર માર્કેટમાં વેચી દેતા હતાસચીન સેઝમાંથી ડ્ઢઇૈંએ ડાયમંડના નામે ચાલતું એક હજાર કરોડનું હવાલાકાંડ ઝડપી પાડ્યું છે. ડીઆરઆઈએ આરોપી રાકેશ રામપુરિયા, સાગર શાહ અને વિકાસ ચોપરાને પકડી કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીઓએ એક મહિના અગાઉ જ કંપની શરૂ કરી હતી અને ઓરિજિનલ ડાયમંડના નામે ખૂબ જ હલકી કક્ષાના ડાયમંડ મંગાવતા હતા. તેનું પેમેન્ટ હવાલા મારફત હોંગકોંગ કરવામાં આવતું હતું.

Diamonds-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *