Gujarat

૨૩મી ઇન્ડિયા વાડોકાઈ કરાટે ચેમ્પિયનશીપમાં જૂનાગઢના શશાંકે ૨ ગોલ્ડ મેડલ જીત્યા

જૂનાગઢ
જૂનાગઢનું નામ ફરી એક વાર રાષ્ટ્રીય સ્તરે રોશન કરનાર બાળક માત્ર ૧૩ વર્ષની નાની વયે ખુબ મોટું નામ બનાવ્યું છે. સોમનાથ ખાતે યોજાયેલી ૨૩મી નેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં જુનાગઢમાં રહેતા શશાંક ત્રિવેદીએ બે ગોલ્ડ મેડલ જીત્યા છે. જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. શશાંક ત્રિવેદીની ઉંમર જ્યારે ૫ વર્ષની હતી, ત્યારથી તેઓ જૂનાગઢની યથા આર્ટ એકેડેમીના કોચ મયુર ચૌહાણ પાસે કરાટે ટ્રેનિંગ લઇ રહ્યા છે અને આ ચેમ્પિયનશીપ સુધી પહોંચવા માટે તેઓ રોજની ૬ થી ૭ કલાકની અથાગ મહેનત કરતાં હતાં. જૂનાગઢના શશાંક ત્રિવેદી કરાટેની વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ અલગ-અલગ બેલ્ટ મેળવી સખત મહેનતથી નેશનલ ચેમ્પિયનશીપ સુધી પહોંચ્યા છે અને આગામી સમયમાં તેઓ દુબઇ ખાતે યોજાનાર ૧૯મી ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપ-૨૦૨૨માં રમવા જશે. શશાંક ત્રિવેદી ઉપરાંત જૂનાગઢના અન્ય ત્રણ સ્પર્ધકો; વ્યાસ વર્નિકાએ કાતા-ગોલ્ડ અને કુમિતે-સિલ્વર, લાગણેશા કૃતએ કાતા-સિલ્વર અને કુમિતે-સિલ્વર અને ભવ્ય મહેતાએ કાતા-બ્રોન્ઝ મેડલ મેળવીને જૂનાગઢનું ગૌરવ વધાર્યું છે. સોમનાથ ખાતે આયોજિત થયેલ ૨૩મી ઓલ ઇન્ડિયા વાડોકાઈ કરાટે ચેમ્પિયનશીપમાં મુખ્ય અતિથિ તરીકે ઓલ ઇન્ડિયા વાડોકાઈ ચેરમેન સિહાન રાજેશ અગ્રવાલ અને ગીર સોમનાથ ડીવાયએસપી મુકેશ ઉપાધ્યાય સાહેબે હાજરી આપી હતી. ગત તા.૨૬-૨૭-૨૮ નવેમ્બરના રોજ સોમનાથ ખાતે યોજાયેલી ૨૩મી ઇન્ડિયા વાડોકાઈ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન થયું હતું. જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, આસામ, અરુણાચલ પ્રદેશ, કોલકાતા, આંધ્રપ્રદેશ, કેરળ, બેંગ્લોર, કર્ણાટક અને ગોવાના ૪૦૦ જેટલાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જે દરમિયાન જૂનાગઢના ૧૩ વર્ષીય શશાંક ત્રિવેદીએ કાતા-ગોલ્ડ અને કુમિતે-ગોલ્ડ મેળવ્યા છે.

Shashank-Trivedi-won-2-gold-medals.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *