ગીર-સોમનાથ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ વેરાવળ અને સમાજ સુરક્ષા વિભાગના સંયુક્ત ઉપક્રમે તાલાળા ખાતે દિવ્યાંગો માટે કેમ્પ યોજાયો હતો. જિલ્લા કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કેમ્પમાં ૩૫ દિવ્યાંગ લાભાર્થીઓને દિવ્યાંગતાના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતા. જેમાં ઓથોપેડીક ને લગતી દિવ્યાંગતા ધરાવતા ૨૨, માનસિક દિવ્યાંગતા ધરાવતા ૧૧ અને આંખને લગતી દિવ્યાંગતા ધરાવતા ૨ એમ મળીને કુલ-૩૫ દિવ્યાંગ લાભાર્થીઓની તપાસ કરી તેઓને યુ.ડી.આઇ.ડી. દિવ્યાંગતા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
આ કેમ્પમાં સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો.જીજ્ઞેશ પરમાર, ઓથો સર્જન ડો. અનુરાગ અજુડિયા, આંખના સર્જન ડો. જુવેરિયા વાજા, ફીઝીયથેરાપીક્સ ડો.ગીરીશ વાળા, કિ્લનીકલ સાયકોલોજીસ્ટ ડો. નમ્રતા મહેતા, ઓપરેટર શ્રી ભીખુભાઇ રામ, શ્રી અશ્વીનભાઇ સોલંકીએ સેવાઓ આપી કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો.


