ાજકોટ
રાજકોટ શહેર એસઓજી પોલીસ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન ગઇકાલે રાત્રીના બાતમીના આધારે કોઠારીયા સોલવન્ટની શિવમ સોસાયટી શેરી નંબર ૩નાં ખૂણે વોચ ગોઠવી હતી. જ્યાં બોલેરો પીકઅપ વાન ય્ત્ન-૧૩-છઉ-૨૮૬૪માં આવેલા ભાવેશ ઉર્ફે ચકા કોળીને અટકાવી બોલેરો વાનમાંથી ૮ કિલો ગાંજાે મળી આવતા તેની ધરપકડ કરી હતી. ૮૦ હજારની કિમતનો ગાંજાે ૮ કિલો ગાંજાે અને ૪ લાખની કિંમતની બોલેરો પીકઅપવાન કબજે કરી પોલીસે આ શખ્સ માદક પદાર્થ ક્યાંથી લાવ્યો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રોનાં જણાવ્યા મુજબ આરોપી અગાઉ પણ ૧.૩૮ કિલો ગાંજાના જથ્થા સાથે શાપર-વેરાવળ પોલીસના હાથે પકડાઈ ચુક્યો છે. તેની આગવી ઢબે પૂછપરછ કરવા કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માગણી કરાશેરાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટ ખાતેથી શહેર એસઓજીની ટીમે ૮ કિલો ગાંજા સાથે ભાવેશ ઉર્ફે ચકો હીરાભાઈ સુરેલાને દબોચી લઇ ગાંજાનો જથ્થો અને બોલેરો પીકઅપવાન મળી કુલ ૪ લાખ ૮૦ હજારનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


