શક્તિ, ભક્તિ અને આસ્થાના પરમ કેન્દ્ર સમાન વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારે ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન અને પ્રાર્થના કરી હતી. અંબાજી ચાચર ચોકમાં પૂર્વ ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાના યજમાનપદે યોજાયેલા ચાર દિવસીય યજ્ઞ પૂર્ણાહુતીમાં ઉપસ્થિત રહી યજ્ઞના દર્શન કર્યાં હતાં.
આ પ્રસંગે મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમારે જણાવ્યું કે હતું કે, મા અંબાની કૃપાથી પૂર્વ ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ સહ પરિવાર અને તેમના વિસ્તારના આગેવાનોની ઉપસ્થિતીમાં મા અંબેના સાનિધ્યમાં ચાર દિવસીય યજ્ઞ કર્યો છે. જે યજ્ઞની આજે પૂર્ણાહુતી થઈ છે ત્યારે માં અંબેને પ્રાર્થના કરી છે કે, આપણા રાજ્ય અને સમગ્ર દેશમાં સુખ-સમૃધ્ધિ પથરાય તથા આપણું ગુજરાત ઉત્તરોતર પ્રગતિના સોપાન સર કરે તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી છે. સૌના જીવનમાં સુખ-સમૃધ્ધિ પથરાય તથા માતાજી સૌને તંદુરસ્ત, દીર્ઘઆયુષ્ય આપે તેમજ આ દિવાળી સૌ લોકો માટે સુખરૂપ નિવડે તેવી પણ માતાજીને પ્રાર્થના કરી છે.
આ પ્રસંગે પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી એસ.જે.ચાવડા સહિત અગ્રણીઓ અને માઈભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


