જગવિખ્યાત શક્તિપીઠ અંબાજી શક્તિ ભક્તિ આસ્થાનું ત્રિવેણી સંગમ છે દર વર્ષે લાખોની સંખ્યામાં માઇ ભકતો માતાજીના દર્શને આવતા હોય છે તા.૨/૧૨/૨૦૨૧ ના અંબાજી મંદિર ખાતે નાળિયેર સ્ટેન્ડ પાસે એક ભાવિક ભક્તનુ લેડીઝ પર્સ પડી ગયેલ હતુ જે ફરજ પરના સુરક્ષા જવાન GISF ના ગાર્ડ – જગદિશભાઇ સરગરા ને મળી આવતા જેમા રોકડ રૂ. ૫૨૯૦/- હોવાનુ જાણાતા તેઓએ પોલીસ કંટ્રોલ રૂમ ઉપર PSI શ્રી આર.કે.વાણિયા સાહેબ પાસે જમા કરાવતા આ બાબતે મંદિરમા એનાઉન્સ કરાવવા મા આવ્યુ તેમજ મંદિર ના ફરજ બજાવતા તમામ સુરક્ષા જવાનો પોલીસ, એસ.આર.પી., હોમગાર્ડ, GISF ના વોટ્સેપ ગ્રુપ મા મેસેજ કરીને તમામને જાણ કરવામા આવેલ અને મુળ માલિક આદિપુર (કચ્છ )ના રહેવાસી – અંજનાબેન હરસુખભાઇ સોની ની શોધ ખોળ કરી રોકડ રૂ. ૫૨૯૦/- નુ પર્સ સહી સલામત તેમને પરત આપીને ખુબજ સરાહનીય અને બિરદાવવા લાયક કાર્ય કરેલ છે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


