Gujarat

અંબુજા કંપની અને ગુજરાત સરકારને સુપ્રિમ કોર્ટે નોટિસ ફટકારી

કોડીનાર
ગીર સોમનાથ જિલ્લાના લોઢવા ગામે માઈનિંગ ઉપર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. આ મુદ્દે અંબુજા કંપની અને રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટે નોટીસ આપી છે. કોડીનાર સ્થિત અંબુજા સિમેન્ટ કંપનીને સુત્રાપાડાના લોઢવા ગામ ખાતે ૫૯૧ હેક્ટર જમીનમાં માઇનિંગ મંજુરી અપાઇ હતી. ગ્રામજનોનો આ મુદ્દે ઉગ્ર વિરોધ હોવા છતાં મંજૂરી આપતાં ગ્રામજનોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.માઈનિંગથી ખેતીવાડી જમીન, વન્ય અને દરિયાઈ જીવસૃષ્ટિ વગેરેને થતી વિપરિત અસરને થતી હોવાનો આક્ષેપ સાથે ગ્રામજનોએ સુપ્રીમમાં રજૂઆત કરી હતી અને લોઢવા ગામના ખેડૂતોએ કિસાન સંઘર્ષ સમિતિ બનાવીને સુપ્રિમ કોર્ટમાં વાંધા અરજી દાખલ કરી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે માઇનિંગ પર રોક લગાવી છે.સુપ્રીમ કોર્ટની નોટિસના પગલે લોઢવા ગામના ખેડૂતીમાં ખુશીનો માહોલ છે. ખેડૂતોએ એકબીજાના મોં મીઠા કરાવી ફટાકડા ફોડ્યા.કોડીનાર સ્થિત અંબુજા સિમેન્ટ કંપનીને સુત્રાપાડાના લોઢવા ગામ ખાતે ૫૯૧ હેક્ટર જમીનમાં માઇનિંગ મંજુરી અપાઇ હતી. ગ્રામજનોનો આ મુદ્દે ઉગ્ર વિરોધ હોવા છતાં મંજૂરી આપતાં ગ્રામજનોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

Mining-in-Lodhwa-village-of-Gir-Somnath-was-banned-by-Supreme-Court-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *