Gujarat

અડવાણીના જન્મદિને વડાપ્રધાન, અમિત શાહ, રાજનાથ અને નડ્ડા સાથે કેક કાપીને ઉજવણી કરી

અમદાવાદ,
વડાપ્રધાન મોદી દર વર્ષે લાલકૃષ્ણ અડવાણીને જન્મદિવસ પર તેમને શુભકામના પાઠવવા તેમના ઘરે પહોંચતા રહ્યા છે. અડવાણી પહેલા ગુજરાતના ગાંધીનગરથી ચૂંટણી લડતા હતા, જ્યાથી હાલમાં ગૃહ મંત્રી અમિત શાહ લોકસભાના સાંસદ છે. નયડું, શાહ, રાજનાથ અને નડ્ડાએ અડવાણીના ઘરે કેક કાપીને જન્મદિવાસની ઉજવણી કરી હતી. અડવાણીના પુત્રી પ્રતિભા અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ અડવાણીનો હાથ પકડીને કેક કપાવીને જન્મદિવસની ઉજવણી કરી હતી.વડાપ્રધાન મોદીએ અડવાણીને જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યાં હતાં. બાદમાં મોદીએ તેમની સાથે બેસીને ચર્ચા પણ કરી હતી. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સહિત ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. શાહ, રાજનાથ અને નડ્ડા સાથે કેક કાપીને અડવાણીએ જન્મદિવસની ઉજવણી કરી હતી.ભાજપના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીનો આજે ૯૪મો જન્મદિવસ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અડવાણી સાથે મુલાકાત કરવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ પહેલાંટ ઁસ્એ ટ્‌વીટ કરીને તેમને શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું, આદરણીય અડવાણીજીને જન્મદિવસની શુભકામના. હું તેમના લાંબા અને સ્વસ્થ આરોગ્યની પ્રાર્થના કરું છું. આપણા સાંસ્કૃતિક વારસાને આગળ વધારવા અને લોકોને સશક્ત કરવા માટે તેમના અથાગ પ્રયાસો માટે રાષ્ટ્ર હંમેશાં તેમનું ઋણી રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ અડવાણીને જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્‌વીટ કરીને કહ્યું હતું કે પોતાના સતત સંઘર્ષ વડે ભાજપની વિચારધારાને દરેક લોકો સુધી પહોંચાડીને સંગઠનને અખિલ ભારતીય સ્વરૂપ આપવામાં પોતાનું મોટું યોગદાન આપનાર આપણા બધાના આદરણીય લાલકૃષ્ણ અડવાણીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. લાંબા આયુષ્ય અને હંમેશાં શરીર સ્વસ્થ રહે એ માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું.

L-K-Advani-Birth-day.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *