નવી દિલ્હી:
જીવલેણ કોરોના સામે જંગ (Fight Against Corona) જીતવા માટે દેશમાં ચાલી રહેલા વૅક્સીનેશન અભિયાન (Corona Vaccination In India) અંતર્ગત અત્યાર સુધીમાં 35 લાખથી વધુ લાભાર્થીઓને કોરોનાની રસી (Corona Vaccine) આપવામાં આવી ચૂકી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં જ 5,70,000 લોકોને વૅક્સીન (Covid Vaccine) અપાઈ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, અત્યાર સુધી કુલ 35,00,027 લાભાર્થીઓમાંથી ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 4,63,793 લોકોને વૅક્સીન (Corona Vaccine) આપવામાં આવી ચૂકી છે. જે બાદ રાજસ્થાનમાં 3,24,973, કર્ણાટકમાં 3,07,891 અને મહારાષ્ટ્રમાં 2,61,320 લોકોને રસી (Covid Vaccine) આપવામાં આવી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં કુલ 5,71,974 લોકોને કોરોનાની વૅક્સીન (Corona Vaccine) લગાવાઈ ચૂકી છે.
આ સાથે ભારતમાં સારવાર હેઠળ રહેલા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1.70 લાખથી નીચે 1,69,824 પર પહોંચી ચૂક્યો છે. દેશમાં પ્રતિદિન કોરોનાના નવા સંક્રમિતો (India Corona Case) સામે આવી રહ્યાં છે. જો કે પહેલાની સરખામણીમાં પોઝિટિવ કેસો (Corona Positive Case) સતત ઘટી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શનિવારે સવારે રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા (Corona Cases In India) 1,07,33,131 પર પહોંચી ચૂકી છે.
જ્યારે રિકવરી રેટની વાત કરીએ તો, તેમાં સામાન્ય વધારા સાથે 96.98 ટકા પર પહોંચી ગયો છે. જે અત્યાર સુધીનો સૌથી અધિક છે. જ્યારે પોઝિટિવિટી રેટની વાત કરીએ તો 1.72 ટકા છે અને ડેથ રેટ 1.43 ટકા છે.