અમદાવાદ
અદાણી ગ્રુપ કંપનીએ નિયમિત અંતરે સીએનજીના ભાવમાં સુધારો કર્યો હતો અને જાન્યુઆરીથી અમદાવાદમાં સીએનજીના ભાવમાં ૧૦.૬૩ રૂપિયા પ્રતિ કિલોનો વધારો કર્યો છે, ત્યારે તેનો ભાવ ૫૨.૩૬ રૂપિયા પ્રતિ કિલો હતો. ૨૫ જાન્યુઆરીથી ભાવમાં અસરકારક સુધારો કરવામાં આવ્યો હતો. રાજય સંચાલિત ગુજરાત ગેસ લિમિટેડે પણ ઓગસ્ટથી સીએનજીના એક કિલોના ભાવમાં ૮.૩૩ રૂપિયા અથવા ૧૬ ટકાનો વધારો કર્યો હતો. દોઢ વર્ષ કરતા વધુ સમય સુધી તેનો ભાવ યથાવત રાખ્યા બાદ, કંપનીએ ૨૪ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ વધારો કર્યો હતો, ત્યારે તેમણે સીએનજીનો ભાવ પ્રતિ કિલોએ ૨ રૂપિયા વધારીને ૫૪.૪૫ રૂપિયા કર્યો હતો. જીજીએલે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં તેના સીએનજીના ભાવમાં ત્રણ વખત વધારો કર્યો હતો.અદાણી ટોટલ ગેસ લિમિટેડે (એટીજીએલ) સોમવારે ફરીથી તેના કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસના (સીએનજી) ભાવમાં ૧.૫ રૂપિયાનો વધારો કર્યો હતો. આ સાથે એક કિલોનો ભાવ ૬૧.૪૯થી વધીને ૬૨.૯૯ રૂપિયા થઈ ગયો છે. અન્ય સિટી ગેસ ડિસ્ટ્રિબ્યૂશન (સીજીડી) કંપની, ગુજરાત ગેસ લિમિટેડે (જીજીએલ) ગત શનિવારે રાજ્યભરમાં તેના સીએનજીના ભાવમાં વધારો કર્યો હતો. ઓગસ્ટથી એટીજીએલે અમદાવાદમાં તેની સીએનજીની કિંમતમાં ૭.૬૯ રૂપિયા પ્રતિ કિલો અથવા પાંચ ટકાની વૃદ્ધિ કરતાં ૧૪ ટકાનો વધારો કર્યો છે. ઓગસ્ટની શરૂઆતમાં કંપનીના સીએનજીનો ભાવ ૫૫.૩૦ રૂપિયા પ્રતિ કિલો હતો. હવે તેની કિંમત ૬૨.૯૯ રૂપિયા (ટેક્સની સાથે) પ્રતિ કિલો છે.
