Gujarat

અનઅધિકૃત બિલ્ડીંગ મામલે માલિક નું છલકછલાનું..! મામલો દબાવવા અવનવા પ્રયાસો.

(પાલિકા ચીફ ઓફિસર અને બાંધકામ સમિતિના ચેરમેનનું કડક વલણ)

ધ્રાંગધ્રા :
ધ્રાંગધ્રા હળવદ રોડ ઉપર સ્થિત પ્લાન નકશાને ઘોરી ને પી જઈ મનમાનીપૂર્વક નિર્માણ પામેલી ગેરકાયદેસર બિલ્ડીંગ મામલે સ્વચ્છ અને કડક છાપ ધરાવતા બાંધકામ સમિતિ નાં ચેરમેન અજીતસિંહ ઝાલા લાલઘૂમ બન્યા હતાં અને પાલિકા નાં ચીફ ઓફિસર અને નોડલ ઓફિસર બ્રહ્મભટ્ટ સાથે ચર્ચાઓ કરીને આ અનઅધિકૃત બિલ્ડિંગને પાડવા 7 દિવસની અલ્ટીમેટમ નોટિસ આપવાનું જણાવ્યું હતું.
રાજ્યભરમાં હાલ બિલ્ડીંગયુજ પરમિશન અને ફાયર સેફટી વગરની તમામ બિલ્ડીંગો માટે કડક પગલાંઓની મુખ્ય વહીવટી તંત્ર ની સ્પષ્ટ સૂચનાઓ છે તયારે હળવદ રોડ ઉપર સ્થિત માલિક વાઘજી પટેલ દ્વારા નિર્મિત આ બિલ્ડીંગ માં બિલ્ડીંગ યુજ પરમિશન કે ફાયર સેફટી નથી સાથોસાથ પાલિકાએ મંજુર કરેલ એપ્રુવલ પ્લાન કરતા પોતાની મનમાનીપૂર્વક બાંધકામ કરીને પ્રશાસન અને સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવી છે. અહીં સ્પષ્ટ છે કે વહીવટી તંત્રની મંજૂરી અનેક બારીકાઈઓ બાદ સંપૂર્ણતા સાથે મળતી હોય છે જેથી કરીને ધંધાર્થી કે રહેણાંક હેતુ અર્થે નિર્માણ પામેલી ઇમારતો મામલે લોકોની સુખાકારી આબાદ રહી શકે. જયારે આ મન મરજી મુજબ નાં બાંધકામ માં ટોયલેટ ની સુવિધા વાળી જગ્યામાં દુકાનો ઉભી કરીને વગર દસ્તાવેજે વહેંચી પણ દેવાઈ છે. ભવિષ્યમાં આ ઈમારત નકશા થી વિપરીત બાંધકામની હોવાથી જમીનદોસ્ત થાય કે ગ્રાહકો ને નુકશાન થાય એની જવાબદારી બાબતે પ્રશાસન ગંભીર બને એ જરૂરી હોય છે.
જો કે આ સમગ્ર મામલે પાલિકા પહેલા ય નોટિસ આપી જ ચુકી છે પણ સામાજિક કાર્યકર ની લેખિત અરજીઓ બાદ મામલો વધુ સ્પષ્ટ બનીને સામે આવ્યો હતો.જેમાં વધુ નોટિસ બાદ હાલ સમગ્ર મામલો ટાઉન પ્લાનિંગ કમિટી નાં હવાલે આપવામાં આવ્યો હતો. જેમાં ટાઉન પ્લાનિંગ વિભાગના નોડલ ઓફિસર એ હાલ પાલિકાના બાંધકામ સમિતિ નાં ચેરમેન નાં આદેશ સાથે આ અનઅધિકૃત બિલ્ડિંગને જમીન દોસ્ત કરવા નોટિસ અને અન્ય જરૂરી કાર્યવાહી હાથે ધરી હતી.

રિપોર્ટ : હિતેશ રાજપરા

IMG-20211018-WA0206.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *