,નવીદિલ્હી
નોરા ફ્તેહી અને જેક્લીન ફર્નાન્ડીસ બંને અત્યારે આ કેસમાં સાક્ષી છે અને સાક્ષી પેટે ૨૦૦ કરોડના ઁસ્ન્છ ના કેસમાં તેમની જુબાની નોંધવામાં આવી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ કેસમાં તેઓનું નામ શંકાસ્પદ તરીકે કેમ નોંધાયું નથી તો સુત્રોએ કહ્યું છે કે બંને સુકેશના ગુનાહિત ઇતિહાસથી અજાણ હતા. કરોડપતિ ઠગ સુકેશ ચંદ્રશેખર, જેક્લીન ફર્નાન્ડીસ અને નોરા ફ્તેહીના મની લોન્ડ્રિંગના કેસમાં સતત નવા અપડેટ આવી રહ્યા છે. પ્રવર્તન નિર્દેશાલય આ બધાની ખૂબ જ કડકાઈથી પૂછપરછ કરી રહ્યું છે. જેક્લીન અને નોરા બંનેએ સુકેશ પાસેથી ભેટ મળ્યાની વાતને સ્વીકારી લીધી છે. એટલું જ નહીં બંને અભિનેત્રીઓ ઈડ્ઢ માટે સુકેશના વિરુદ્ધ સાક્ષી બનવા માટે પણ તૈયાર થઈ ગઇ છે. આ બધાની વચ્ચે આ કેસથી જાેડાયેલ એક વધુ અપડેટસ આવ્યા છે કે ઈડ્ઢ એ આ બંને અભિનેત્રી પાસેથી સુકેશ દ્વારા મળેલી કિંમતી ભેટને જપ્ત કરશે. ઈડીના સૂત્રોના જણાવ્યા મુજબ જેક્લીન અને નોરાને કેટલાક પાળતુ પ્રાણીઓ પણ ભેટમાં આપવમાં આવ્યા હતા અને આવી પરિસ્થિતિમાં તેમણે તેની જેટલી કિંમત હશે તે જાેડવામાં આવશે. સુકેશે કથિત રીતે ડિસેમ્બર ૨૦૨૦ થી ઓગસ્ટ ૨૦૨૧ની વચ્ચે જેક્લીન ફર્નાનડીસને ૧૦ કરોડ રૂપિયા અને તેનાથી પણ વધુની ભેટ આપી હતી. આ ઉપરાંત એક પટકથા લેખકે જેક્લીનના ખાતામાં એક સંયુકત સાહસ માટે સુકેશ ચંદ્રશેખરને ૧૫ લાખ રૂપિયા પાછા આપવાની તૈયારી દર્શાવી હતી. નોરા ફ્તેહી એ પૂછપરછ દરમિયાન અધિકારીઓને જણાવ્યું હતુ કે,”ઈડ્ઢ સુકેશ ચંદ્રશેખર દ્વારા ભેટમાં મળેલી મ્સ્ઉ ગાડીને જપ્ત કરવા માટે સ્વત્રંત છે,” સૂત્રોએ કહ્યું છે કે જેક્લીન ફર્નાન્ડીસની સાથે પણ આવું જ થયું હતું અને તેમણે પણ ઈડ્ઢને આવું કરવા કહ્યું છે. જેક્લીને જણાવ્યું છે કે તે સુકેશના બેકગ્રાઉન્ડને જાણતી નથી અને સુકેશ દ્વારા આપવામાં આવેલી ભેટને જપ્ત કરવાની પ્રક્રિયામાં તે અમને સહકાર આપવા તૈયાર છે.” ઁસ્ન્છ ની કલમ ૫ હેઠળ જાેડાણની પ્રક્રિયા કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ તમામ ભેટો કથિત રીતે જબરદસ્તીથી વસૂલાયેલા પૈસામાંથી ખરીદવામાં આવી હતી. અહેવાલ મુજબ સૂત્રોએ જણાવ્યું કે તેઓ જેક્લીન અને નોરાને આપવામાં આવેલી ભેટો અને અન્ય વસ્તુઓ જપ્ત કરવાના હતા, જાે કે તેમને પહેલા ચાર્જશીટ ફાઇલ દાખલ કરવાની હતી, તેથી પ્રક્રિયા અટકી ગઇ. સૂત્રોએ જણાવ્યુ હતું કે, “અમે પિંકી ઈરાનીની પણ ધરપકડ કરી છે. ચાર્જશીટ દાખલ કરવી, નવી ધરપકડના નિવેદનો નોંધવા એ સમય માંગી લેતી પ્રક્રિયા હતી.” આ કેસમાં વધુ ૭ લોકોની ધરપકડ કરવાની હતી જેઓ હાલ તિહાર જેલમાં બંધ છે અને તેઓએ તેમની જુબાની પણ રેકોર્ડ કરવી પડશે, તેથી તેમાં થોડો સમય લાગી શકે છે.