અમદાવાદ
રામોલ પોલીસે બાતમીના આધારે અસલાલી પાસે આવેલા ખેતરમાં દારૂ છુપાયાની બાતમીના આધારે રેડ કરતા ત્યાંથી ૧૩૯ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે આગળ તપાસ કરતા આ સંતાડેલો દારૂ રાજુ ઠાકોરનો હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય આરોપી મહેશ હાલ ફરાર છે. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર આવતા જ બુટલેગરો શહેરમાં દારૂ ઘુસાડવાના અવનવા પેતરાઓ કરી શહેરમાં દારૂ લાવે છે.અમદાવાદના ફરતે આવેલા રીંગ રોડ અને અમદાવાદનો એન્ટ્રી પોઈન્ટ બુટલેગરો માટે જાણે કે આશીર્વાદરૂપ બની ગયો છે. અવાર નવાર શહેરના છેવાડે આવેલા વિસ્તારોમાંથી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો ઝડપાતા હોય છે. ત્યારે આજે પોલીસ દ્વારા અસલાલીમાંથી અને રામોલમાંથી દારૂ સાથે બુટલેગરોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રામોલ પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન વસ્ત્રાલ પાસેથી આવતા બે શંકાસ્પદ લોકોની ઝડપી લેતા તેમના પાસેથી ૧૬૮ બોટલ વિદેશી દારૂની બોટલો મળી આવતા બંનેની ધરપકડ કરી હતી. આરોપીઓએ પૈકી આબીદ હાશિમ કુજરા અને અલી હુસેન અનવર શેખ રાજસ્થાનની પૂછપરછ હાથ ધરતા તેઓએ જણાવ્યું હતું કે, દારૂ અમદાવાદના અજ્જુ નામના બુટલેગરે મંગાવ્યો છે. આ બંને આરોપીઓ રાજસ્થાનના વતની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદના રીંગ રોડને અડીને અવેલા અસલાલી, વટવા જીઆઇડીસી, વટવા, રામોલ, ઓઢવ, નિકોલ અને નરોડા પોલીસ સ્ટેશનના કેટલાક મળતીયાના કારણે બુટલેગર બેફામ બન્યા છે. જ્યાં પોલીસ અધિકારી સ્કેનિગમાં છે.


