અમદાવાદ
અમદાવાદમાં વીજચોરી મામલે દરિયાપુર વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ સર્ચ દરમિયાન ટોરેન્ટના કર્મચારીઓ અને પોલીસ પર સ્થાનિક લોકોએ ઉશ્કેરાઈ જઈને હૂમલો કર્યો હતો. જેમાં ટોરેન્ટના ચાર કર્મચારીઓ અને પોલીસના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયાં હતાં. આ બનાવની જાણ થતા અન્ય પોલીસ કાફલો બોલવવાની ફરજ પડી હતી. દરિયાપુરમાં પથ્થરમારાની ઘટનાનો વિવાદ વકરતાં વધુ પોલીસને ઘટના સ્થળે ઉતારી દેવામાં આવી છે. ૧૦ પોલીસ સ્ટેશનના ઁૈં ત્નઝ્રઁ, ડ્ઢઝ્રઁ, ૨ છઝ્રઁ સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયાં છે. મામલો થાળે પાડવા માટે સ્થાનિક નેતાઓની મદદ લેવામાં આવી છે. પથ્થરમારાના પગલે પરિસ્થિતિ વણસી જતા અતિ સંવેદનશીલ એવા દરીયાપુર જવા માટે દિલ્હી ચકલાથી દરિયાપુર તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, દરિયાપુર વિસ્તારમાં કેટલાક લોકો વીજ ચોરી કરતા હોવાની જાણ ટોરેન્ટ વિભાગને થઇ હતી. તેની સાથે આ વિસ્તારમાં વીજચોરી સંદર્ભે સર્ચ કરવા માટે તેમણે પોલીસની મદદ માંગી હતી. તેમજ મોટા પ્રમાણમાં વીજચોરીને પકડવા માટે ખાસ સર્ચ હાથ ધર્યુ હતુ.આજે સવારા દરિયાપુર વિસ્તારમાં આવેલી નગીના પોળ અને તેની આસપાસના વિસ્તારમાં ટોરેન્ટની ટીમ પોલીસ સાથે સર્ચ કરવા માટે ગઇ હતી.
આ દરમિયાન કેટલાક લોકોએ તેમના પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ટોરેન્ટના ચાર અને પોલીસના ત્રણ જવાનને ઇજા પહોંચી હતી. પોલીસ પર હુમલો થવાની જાણ થતા અન્ય પોલીસની ટીમ બનાવના સ્થળે મોકલી દેવામાં આવી હતી. હાલ સ્થાનિક પોલીસ દ્વારા હુમલો કરનાર સામે ગુનો નોંધી તેમની સામે કાર્યવાહી કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે


