અમદાવાદ
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર સાથે વહીવટીતંત્ર દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવતું હોવાનો આક્ષેપ સતત થતો રહ્યો છે. જેમાં કોર્પોરેશનમાં સમાવેશ થયો ત્યારથી જ આ વિસ્તારના વિકાસને લઇને કોઇ નક્કર કામગીરી કરવામાં આવી નથી. તેમજ કોર્પોરેશનના કોઇ પણ પક્ષ સત્તામાં આવ્યો હોય પરંતુ આજ દિન સુધી આ વિસ્તારની સ્થિતિમાં કોઇ મોટું પરિવર્તન આવ્યું નથીમહાત્મા ગાંધીના સ્વચ્છતાના સંદેશ અને પીએમ મોદીના સ્વચ્છતા મિશનને અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશો ઘોળીને પી ગયા છે. ત્યારે કહેવાતા સ્માર્ટસિટી અમદાવાદમાં રોગચાળો વકરવાનું મુખ્ય કારણ ગંદકી છે.. શહેરના પૂર્વ વિસ્તારમાં મોટાભાગના સ્થળો ગંદકીથી ખદબદે છે. ગંદકીથી તરબતર આવો જ એક વિસ્તાર એટલે હાટકેશ્વર જ્યાં સ્મશાન ગૃહ પાસે લોકો રસ્તા પર ગંદકી જ ગંદકી જાેવા મળે છે..ગટરો ઉભરાય છે.. આ વિસ્તારમાં પગ મૂકો તો એમ જ થાય કે આવી ગંદકીમાં કેવી રીતે રહેવાય? પણ અહીંના રહીશો રોગચાળાનો ભોગ બનીને પણ જીવન ગુજારવા મજબૂર છે.. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆતો કરી હોવા છતા ગંદકીના પ્રશ્નનો કોઈ ઉકેલ નથી આવતો.. જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.
