Gujarat

અમદાવાદના યુવાનને ફોન પેથી પૈસા ટ્રાન્સફર કરવું ભારે પડ્યું

અમદાવાદ
અમદાવાદના વાડજમાં રહેતા યુવકના એકાઉન્ટમાં તેના મિત્રએ ૧૪૦૦ રૂપિયા ફોન પે એપ દ્વારા ટ્રાન્સફર કર્યા હતા. જાેકે પૈસા મિત્રના એકાઉન્ટમાંથી તો કપાઈ ગયા, પરંતુ યુવકના એકાઉન્ટમાં જમા નહોતા થયા, આથી તેણે કસ્ટમર કેરમાં ફોન કરીને આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. જાેકે સામેથી ગઠિયાએ ફોનમાં એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને મોબાઈલનો એક્સેસ લઈ લીધો હતો. આ બાદ યુવકના એકાઉન્ટમાંથી જુદા જુદા ટ્રાન્ઝેક્શન કરીને ગઠિયાએ ૭૨ હજાર રૂપિયા ઉઠાવી લીધા હતા. પોતાના જ એકાઉન્ટમાંથી રૂપિયા જતા યુવકે વાડજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.ઈન્ટરનેટ બેન્કિંગ તથા ટેકનોલોજીના વધી રહેલા ઉપયોગ વચ્ચે સાયબર ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે. શહેરના વાડજ વિસ્તારમાં પણ એક એવી જ ઘટના બની છે, જેમાં ેંઁૈં પેમેન્ટ એપથી ટ્રાન્સફર કરેલા પૈસા ખાતામાં ન આવતા કસ્ટમર કેરમાં ફોન કરનારા યુવક સાથે ગઠિયાએ છેતરપિંડી આચરીને એકાઉન્ટમાંથી ૭૨,૦૦૦ રૂપિયા પડાવી લીધા. આ મામલે યુવકે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Fraud.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *