Gujarat

અમદાવાદની એલજે ફાર્મસીની એબીવીપીએ તાળાબંધી કરી

અમદાવાદ
છમ્ફઁ દ્વારા ન્ ત્ન કોલેજમાં ૩ દિવસ અગાઉ પણ ફાર્મસીના વિદ્યાર્થીઓને લાયસન્સ ના મળવાને કારણે વિરોધ કર્યો હતો. જે બાદ કોઈ ર્નિણય ના લેવાતા આજે ફરી એક વાર છમ્ફઁ દ્વારા કોલેજ કેમ્પસમાં જઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ફાર્મસી વિભાગના ગેટ પર તાળું મારી દેવામાં આવ્યું હતું અને કોલેજ કેમ્પસમાં પેપર સળગાવીને નારા લગાવીને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. કોલેજે લાલચમાં ૧૦૦ની જગ્યાએ ૧૮૦ વિદ્યાર્થીઓને એડમિશન આપી દીધા હતા. જે નિયમ વિરુદ્ધ હોવાને કારણે આજે વિદ્યાર્થીઓને ધક્કા ખાવા પડી રહ્યા છે. વિદ્યાર્થીની ડીગ્રીને માન્ય રાખવામાં આવી નથી અને ફાર્મસી કાઉન્સિલ દ્વારા લાયસન્સ આપવામાં આવતું નથી, જેથી કોલજે આ મામલે તાત્કાલિક કોઈ ર્નિણય કરવો જાેઈએ. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ મુજબ કોલેજમાં ૧૦૦ સીટ હતી, જેની સામે કોલેજે ૧૮૦ સીટ પર એડમિશન આપ્યા હતા. જેના કારણે ફાર્મસી કાઉન્સિલ દ્વારા અમને લાયસન્સ આપવામાં આવતું નથી. ૨ વર્ષથી અમે ધક્કા ખાઈ રહ્યા છીએ. અમારા મા-બાપે લોન લઈને ૪ લાખ ફી ભરી હતી. છતાં અમને અત્યારે નોકરી મળતી નથી. ૨ વર્ષથી કોલેજ દ્વારા એક જ જવાબ આપવામાં આવે છે કે થઇ જશે. ન્ ત્ન ફાર્મસીના પ્રિન્સિપાલ શ્રીરણ શાહે જણાવ્યું હતું કે, અમે છૈંઝ્ર્‌ના નિયમ મુજબ જ એડમિશન આપ્યા હતા. તે સમયે છૈંઝ્ર્‌ અને ઁઝ્રૈં એમ બે બોડી હતી. સુપ્રીમ કોર્ટે પણ ફાર્મસી કાઉન્સિલને વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન અને લાયસન્સ માટે આદેશ કર્યો છે. છતાં ફાર્મસી કાઉન્સિલ કરતું નથી, આજે અમે ફરી ફાર્મસી કાઉન્સિલને લેટર લખ્યો છેન્ ત્ન ફાર્મસીમાં ૨ વર્ષ અગાઉ પાસ થઈને નીકળેલાં વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન થતું નથી અને લાયસન્સ મળતું નથી, જેથી વિદ્યાર્થીઓ કોલેજના સતત ૨ વર્ષથી ધક્કા ખાઈ રહ્યા છે. જેને લઈને આજે છમ્ફઁ દ્વારા કોલેજમાં જઈને ન્ ત્ન ફાર્મસીને તાળું મારવામાં આવ્યું હતું અને કોલેજ બહાર પેપર સળગાવીને વિરોધ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *