Gujarat

અમદાવાદમાં કોવિડ ટેસ્ટ પાછળ પ્રાઇવેટ લેબમાં રૂ.૧૯૦ કરોડ ખર્ચાયા હોવાનો અંદાજ

અમદાવાદ
છેલ્લા ૧૫ દિવસમાં ચાર દિવસ સુધી કોઈ નવા કેસ સામે આવ્યા ન હતા. બે દર્દીઓ સાજા થઈ જતા જુદી જુદી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં ટેસ્ટિંગ મુદ્દે અમદાવાદ મોખરે રહ્યું છે જ્યાં ખાનગી લેબમાં ૧૯,૧૮,૭૪૦ ટેસ્ટ થયા છે. જેની સામે પ્રજાએ રૂ.૧૯૦ કરોડ ચૂકવ્યા છે. સુરતમાં ૪,૮૯,૫૫૪ ટેસ્ટ થયા છે. જેની સામે પ્રજાએ ૪૮ કરોડ રૂપિયા ચૂકવ્યા છે. વડોદરામાંથી ૨,૫૮,૩૦૮ ટેસ્ટ થયા છે અને પ્રજાએ રૂ.૨૫ કરોડ ચૂકવી દીધા છે.કોરોના વાયરસના કપરાકાળમાં ટેસ્ટ તથા દવાઓ પાછળ ખર્ચાયેલા રૂપિયાનો હિસાબ કરવામાં આવે તો રકમ કરોડોમાં જાય એમ છે. છેલ્લા એક વર્ષમાં અમદાવાદીઓએ ખાનગી પેથોલોજી લેબમાં રૂ.૧૯૦ કરોડથી વધારેના કોવિડ ટેસ્ટ કરાવેલા છે. જેમાં ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટનો પણ સમાવેશ થાય છે. અમદાવાદ શહેરની ખાનગી લેબમાં રૂ.૧૯ લાખથી વધારે જ્યારે સરકારી લેબમાં રૂ.૭.૫ લાખ કોવિડ ટેસ્ટ થયેલા હતા. એવું સરકારી રીપોર્ટમાંથી જાણવા મળ્યું છે. શરૂઆતમાં ખાનગી લેબે ઇ્‌ઁઝ્રઇના રૂ.૪૫૦૦ લીધા હતા. પછી ચાર્જ ઘટતા ગયા. હાલમાં રૂ.૩૦૦ વસુલ કરવામાં આવી રહ્યા છે. જાે એક ટેસ્ટેનો સરેરાશ ચાર્જ રૂ.૧૦૦૦ ગણવામાં આવે તો કુલ કિંમત રૂ.૧૯૦ કરોડ સુધી પહોંચે છે. રાજ્યની ખાનગી લેબમાં ટેસ્ટ માટે સામાન્ય વ્યક્તિએ રૂ.૫૦૦થી વધારે ચૂકવેલા છે. જેની સરેરાશ કાઢવામાં આવે તો કરોડો રૂપિયાનું ફંડ થાય છે. ખાનગી લેબમાં થયેલા કુલ ટેસ્ટમાં સૌથી વધારે ૩૩ ટકા માત્ર સુપ્રાટેક લેબમાં થયા હતા. શહેરની ૨૮ ખાનગી લેબને કોવિડ ટેસ્ટ માટેની મંજૂરી મળી હતી. સરકારી લેબની તુલનાએ ત્રણ ગણા લોકોએ પ્રાયવેટ લેબના રીપોર્ટ પર ભરોસો વ્યક્ત કર્યો છે. જેના કારણે પ્રાયવેટમાં ટેસ્ટની સંખ્યા વધારે જાેવા મળી છે. ખાસ તો પ્રવાસ હેતું ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટ ફરજિયાત હોવાથી ઘણા લોકોએ ટેસ્ટ કરાવ્યા હતા. જેના કારણે ટેસ્ટની સંખ્યા એકાએક વધી ગઈ હતી. અમદાવાદ કોર્પોરેશને શહેરના જુદા જુદા વિસ્તારમાં ટેસ્ટની સુવિધા ઊભી કરી જેના કારણે વધુને વધુ લોકોના ટેસ્ટ થયા હતા. અમદાવાદ શહેરમાં છેલ્લા ૧૫ દિવસથી કોરોનાના કેસની સંખ્યા સિંગલ ડિજિટમાં આવી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *