Gujarat

અમદાવાદમાં ફરસાણની દુકાનોમાંથી સેમ્પલ લેવાશે

અમદાવાદ
સામાન્ય રીતે આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે દશેરા અને દિવાળી પૂર્વે ફરસાણ અને મીઠાઇના વેપારીઓને ત્યાં ભેળસેળ અંગેની તપાસ હાથ ધરવામાં આવે છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ દુકાનોમાંથી શંકાસ્પદ લાગતા ફરસાણ અને મીઠાઇના સેમ્પલ એકત્ર કરીને ફૂડ ટેસ્ટિંગ લેબમાં મોકલવામાં આવે છે.દશેરા અને દિવાળીનો તહેવાર નજીક છે. ત્યારે અમદાવાદનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. જેમાં તહેવારો પૂર્વે મીઠાઇ અને ફરસાણની દુકાનોમાં તપાસ માટે આરોગ્ય વિભાગ વિશેષ ડ્રાઇવ શરૂ કરશે. જેમાં મંગળવારથી જલેબી અને ફાફડાના મટીરીયલનું ચેકીંગ કરી નમૂના લેવામાં આવશે. આ ઉપરાંત રસ્તા પર મંડપ બાંધીને ફાફડા-જલેબી વેચતા વેપારીને ત્યાં ચેકીંગ કરાશે.અમદાવાદ આરોગ્ય વિભાગની બે ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *