Gujarat

અમદાવાદમાં ફેક આઈડી બનાવી હોવાની સાઈબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ

અમદાવાદ
નવા નરોડા વિસ્તારમાં રહેતી યુવતી કોલેજમાં અભ્યાસ કરે છે અને ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ ધરાવે છે. ચાર વર્ષથી પોતે આ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. બે નવેમ્બર ૨૦૨૧ના રોજ યુવતીના ઇન્સ્ટાગ્રામમાં ષ્ઠિીટ્ઠ.ંૈદૃી૫૮૬૨ નામના આઈડી પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી, જેને યુવતીએ સ્વીકારી હતી. ત્યાર બાદ આ આઈડી પરથી અલગ અલગ ગંદા અને બિભત્સ પ્રકારના મેસેજ આવવા લાગતા તેને બ્લોક કરી દીધું હતું. ત્રણ ચાર દિવસ બાદ યુવતીને તેના ઇન્સ્ટાગ્રામમાં તેના જ નામનું અને તેના જ પ્રોફાઈલ પિક્ચર વાળા આઈડી પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જેને તેણે એક્સેપ્ટ કરી ન હતી. આ આઈડીની નીચે ઙ્ઘદ્બ ર્કિ કેહ ર્હ્વઅજ ટ્ઠરીદ્બઙ્ઘટ્ઠહ્વટ્ઠઙ્ઘ હ્વટ્ઠજીઙ્ઘ ર્દ્બઙ્ઘીઙ્મ ન્ર્દૃી અર્ે ટ્ઠઙ્મઙ્મ એવું લખાણ લખ્યું હતું. યુવતીને આ બાબતે જાણ થતાં તેણીએ એકાઉન્ટ બંધ કરાવી દીધું હતું બાદમાં તેના માતા-પિતાને જાણ કરતાં તેઓ આ મામલે સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છેઅમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રહેતી કોલેજીયન યુવતીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી ફોટો મેળવી અને તેના જ નામનું ફેક આઈડી બનાવી અને ઙ્ઘદ્બ ર્કિ કેહ ર્હ્વઅજ ટ્ઠરીદ્બઙ્ઘટ્ઠહ્વટ્ઠઙ્ઘ હ્વટ્ઠજીઙ્ઘ ર્દ્બઙ્ઘીઙ્મ ન્ર્દૃી અર્ે ટ્ઠઙ્મઙ્મ એવું લખાણ લખ્યું હતું. આ બાબતે યુવતીને જાણ થતાં તેણીએ ઇન્સ્ટાગ્રામ પર રિપોર્ટ કરીને એકાઉન્ટ બંધ કરાવી દીધું હતું. બાદમાં તેના માતા-પિતાને જાણ કરતાં તેઓ આ મામલે સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Fake-ID-in-Instagram-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *