Gujarat

અમદાવાદમાં રોગચાળાને લઇને કોર્પોરેશન એક્શન મોડમાં

અમદાવાદ
અમદાવાદ શહેરમાં છેલ્લા બે મહિનાથી રોગચાળો સતત વધી રહ્યો છે. તેમજ અત્યાર સુધી ૪૦ થી પણ વધુ લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળાની સાથે મચ્છરજન્ય રોગચાળામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. તેમજ તેના લીધે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.અમદાવાદમાં શહેરમાં સતત વકરતા રોગચાળાને લઇને કોર્પોરેશન તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. જેમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસોને કાબૂમાં લાવવા સઘન સફાઇ કરવા આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત પાણી ભરાતા હોય તેવી જગ્યાએ, ભંગાર અને ટાયરની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે. જેમાં દરેક વોર્ડમાં દરરોજ પાણીના બે સેમ્પલ લેવા સૂચના અપાઇ છે.આ ઉપરાંત હેલ્થ કમિટીની બેઠકમાં રાત્રિ સફાઇ ન થતી હોવાની ફરિયાદ ઉઠી છે, ત્યારે રાત્રિ સફાઇ શરૂ કરવા સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *