અમદાવાદ
ટેન્ડર થયા બાદ કોન્ટ્રાક્ટરને કામ શરૂ કરવા માટે ૮ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. વર્ક ઓર્ડર આપ્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી ન હતી. ચાર વખત નિષ્ફળ કોર્પોરેશન દ્વારા કામ શરૂ કરવા માટે જાણ કરવામાં આવી હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા નિયત સમયમાં કોઈપણ પ્રકારની કામગીરી શરૂ ન કરતા કોન્ટ્રાક્ટર કંપની બિલ્ડવર્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક વર્ષ માટે કોઇ પણ પ્રકારનું કોર્પોરેશન ટેન્ડર કે ક્વોટેશન પ્રકારનું કામ ન આપવા માટે એક લિસ્ટ કરવામાં આવી છેઅમદાવાદના બાપુનગર વોર્ડમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ અને આસપાસના વિસ્તારમાં ડામર રોડની જગ્યાએ આર.સી.સી રોડ બનાવવા માટે વર્ષ ૨૦૨૦માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બિલ્ડવર્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. કોન્ટ્રાકટર કંપની દ્વારા વર્ક ઓર્ડર આપવા છતાં કામ શરૂ કરવામાં આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનના ખાતા દ્વારા કંપનીને એક વર્ષ સુધી કોઈ પણ પ્રકારનું કામ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ન આપવા માટે બ્લેક લિસ્ટ કરવામાં આવી છે. કેપિટલ બજેટ વર્ષ- ૨૦૨૦ અંતર્ગત ઉત્તર ઝોનમાં આવતા બાપુનગર વોર્ડમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ અને આસપાસના વિસ્તાર એવા ભક્તિનગર મેઇન રોડ, નીલમ પાર્ક રોડ, ગુજરાત હાઉસિંગ બોર્ડના ડામરના રસ્તાઓ તોડી અને તેની જગ્યાએ આર.સી.સી રોડ બનાવવા માટે તેમજ પેવર બ્લોક લગાવવા માટે કોન્ટ્રાક્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અંદાજિત ભાવથી ૨૫.૨૦ ટકા ઓછા ભાવનું ટેન્ડર ૨૧-૧૨-૨૦૨૦ ના રોજ મંજૂર કરવામાં આવ્યું હતું.
