અમદાવાદ
વહેલી સવારે ૈંૈંસ્છ રોડ પર કાળા કલરની ૈં૨૦ કારના ચાલકે બેફામ ગતિએ કાર ચલાવી અને સાઈડમાં રહેલા ડિવાઇડર કુદાવી ૈંૈંસ્છની દિવાલમાં પાડી દીધી હતી. અકસ્માતમાં કાર ૨૦ ફૂટ જેટલી દૂર ઘસડાઈ હતી. આ સમગ્ર ઘટના મામલે ૈંૈંસ્ના સિક્યુરિટી ગાર્ડ પણ ત્યાં દોડી આવ્યા હતા. સિક્યુરિટી ગાર્ડ ત્યાં આવી ને જાેતા અતુલભાઇ કાલરીયા નામના વ્યક્તિ તેના પુત્ર બિહાન કાલરીયા સાથે હાજર હતા. બિહાને આ અકસ્માત સર્જ્યો હતો જેથી સિક્યુરિટી ગાર્ડે પોલીસને જાણ કરતાં એન ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. એન ડિવિઝન ટ્રાફિક પોલીસના તપાસ કરનાર હેડ કોન્સ્ટેબલના જણાવ્યા મુજબ આરોપી બિહાન કાર લઈને તેના મિત્રને લેવા વહેલી સવારે જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો અને બીજી તરફ જણાવ્યું હતું કે કુતરુ વચ્ચે આવી ગયું હતું અને તેને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો. એન ડિવિઝન ટ્રાફિક પોલીસ ખુદ સમગ્ર હકીકતમાં શા કારણે આ અકસ્માત સર્જાયો તે માહિતી આરોપી પાસેથી મેળવી શકી નથી. આરોપી જે કહે છે તેમ માની તપાસ કરી રહી છે. જેથી સમગ્ર ઘટનામાં કંઈક છુપાવવામાં આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. હાલમાં તો પોલીસે નિવૃત્ત આર્મી મેનના કારચાલક પુત્રની ધરપકડ કરી લીધી છે અને હેડકોન્સ્ટેબલે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.શહેરમાં હિટ એન્ડ રનની ઘટના થોડા માટે રહી ગઈ હતી. આ કાર જે દિવાલ સાથે અથડાઈ હતી તેનાથી થોડેક દૂર અનેક શ્રમિક પરિવારો રહે છે. સદનસીબે ફૂટપાથ પર સૂતેલા શ્રમિક પરિવારોની નજીક જ આ અકસ્માતની ઘટના ઘટી હોવા છતાં તેઓ આબાદ બચી ગયાં હતાં. વહેલી સવારના રોજ બનેલી ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી, પરતું સવાલ એ છે કે આમ બેફામ કાર હંકારવી કેટલી યોગ્ય છે, ૈંૈંસ્ રોડ પર સામાન્ય રીતે નાગરિકોની અવરજવર વધુ રહેતી હોય છે, બેજવાબદારી અને લાપરવાહીથી કાર ચલાવતા કોઈ દુઘર્ટના પણ સર્જાઈ હોત, સદનસીબે જાનહાનિ ટળી છે. સામાન્ય રીતે અકસ્માતમાં ગુનાઓમાં વધુ પડતી ઝડપ અને ડ્રાવિંગ દરમિયાન ફોન પર વાતચીત અકસ્માતનું કારણ માનવામાં આવે છે. હાલ તો પોલીસે વસ્ત્રાપુર પાસે જૂની ૈંૈંસ્ નજીક અકસ્માત સર્જનાર બિહાન કાલરિયા સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદના ૈંૈંસ્છ રોડ પર બેફામ સ્પીડે કાર ચલાવતા યુવકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં કાર ડિવાઇડર કૂદીને ૈંૈંસ્છની દિવાલમાં ઘૂસી ગઈ હતી.આ ઘટનાની જાણ થતા એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. યુવક સુરત પાર્સિંગની કાર લઈને તેના મિત્રને લેવા શિવરંજની તરફ જતો હતો ત્યારે વહેલી સવારે ઝોકું આવી જતા કાર પરથી તેણે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું. બીજી તરફ કૂતરું વચ્ચે આવતાં તેણે બચાવવા જતા આ અકસ્માત સર્જાયો હોવાનું જણાવ્યું હતું. જાે કે આ સમગ્ર ઘટનામાં એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સાચી હકીકત છુપાવી રહી છે કે ખરેખર અકસ્માત કયા કારણે થયો હતો.
