અમદાવાદ
દિવાળીના તહેવાર પહેલાં અમદાવાદના રસ્તાઓ વિદેશ જેવા થઈ જશે. કેમકે કોર્પોરેશને આપેલા વચન પ્રમાણે રસ્તાઓને રિસરફેસ કરવાની કામગીરી શરૂ કરવામાં છે. આ માટે ૨૨૫ કરોડના મંજુર કરેલા રોડના કામ તાકીદે શરૂ કરવા સૂચના અપાઈ છે. ખાસ કરીને કાઉન્સિલરો, ધારાસભ્યો અને સાંસદ સભ્યોના બજેટના કામો ઝડપથી શરૂ કરવા અને ગયા વર્ષના કામો પણ પૂરા કરવા તાકીદ કરી દેવાઈ છે. બીજી તરફ ઢોર ખાતામાં ફરજ બજાવતા પીઆઇ લાંચ લેતા પકડાયા છે. તો આ બાદ કોર્પોરેશને હવે કામગીરીમાં કડકાઈનો ર્નિણય કર્યો છે. આ માટે પહેલાં તો ઢોર ખાતાના હથિયારધારી જવાનોને છસ્ઝ્ર માંથી રૂખસદ આપી નવા જવાનોને લાવવામાં આવશે. લાંબા સમયથી ઢોરખાતામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને બદલવામાં આવશે. અને આ બાદ ઢોર પકડવાની કામગીરી સઘન કરવાનો પણ છસ્ઝ્રએ ર્નિણય કર્યો છે. ત્યારે ખરાબ રોડ અને ઢોરની સમસ્યા ભોગવતું મેટ્રો સીટી દિવાળી સુધી ખરેખરમાં સારી પરિસ્થિતિના દર્શન કરે છે કે એકમ એતો સમય જ બતાવશે. પરંતુ જાહેર છે કે દર ચોમાસે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા રોડ માટીની જેમ ધોવાઈ જાય છે. જેના કારણે અનેક અકસ્માત પણ થાય છે. હવે આ સમસ્યાના મુદ્દે ગુણવત્તા પર કામ કરીને સમસ્યા હલ ન કરવામાં આવે તો દર વર્ષે ત્યાંના ત્યાં જેવી જ પરિસ્થિતિ થશે
