Ahmedabad Suicide Case: શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા સમર્પણ ટાવરમાં એક યુવકના આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં યુવકે સળગતી હાલતમાં ટાવરના પાંચમાં માળેથી કૂદકો (Jump To Death) મારી મોતને વહાલુ કર્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ઘાટલોડિયાના સમર્પણ ટાવરના પાંચમા માળેથી જયપ્રકાશ નામના શખ્સે સળગતી હાલતમાં નીચે ઝંપલાવ્યું હતું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મૃતકના પરિવારમાં 4 સભ્યો છે.
આ ઘટનાની જાણ થતાં ઘાટલોડિયા પોલીસનો સ્ટાફ આવી પહોંચ્યો હતો. મૃતકે ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું? તે જાણી શકાયું નથી. હાલ CCTV ફૂટેજના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
