હાઇકોર્ટનો કોરાના ગાઇડલાઇન સાથે નીચલી કોર્ટોમાં સુનાવણી શરૂ કરવા પરિપત્ર
અમદાવાદઃ
ગુજરાતમાં અમદાવાદ સહિત 4 મેટ્રો સિટીની નીચલી કોર્ટોમાં 1 માર્ચથી ફિઝિકલ સુનાવણી (Lower court hearing)નો પ્રારંભ થશે. ગુજરાત હાઈકોર્ટે વડોદરા, સુરત, રાજકોટ અને સુરતમાં માઈક્રો કન્ટેમનમેન્ટ વિસ્તાર બહાર આવેલી નીચલી કોર્ટમાં 1લી માર્ચ 2021થી ફિઝિકલ સુનાવણી શરૂ કરવાનો નિર્દેશ કર્યો છે. જો કે તેના માટે કોરોનાથી બચાવની તમામ ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.
હાઇકોર્ટમાં ફિઝિકલ સુનાવણી અંગે અનિશ્ચિતતા
ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટ્રી દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે 1લી માર્ચ 2021થી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન બહાર આવેલી સેશન્સ કોર્ટ સહિત નીચલી અદાલતોમાં રેગ્યુલર ફિઝિકલ સુનાવણી સવારના 10:45 થી સાંજના 6:10 વાગ્યે સુધી હાથ ધરવામાં આવશે. જોકે ગુજરાત હાઇકોર્ટમાં ફિઝિકલ સુનાવણી ક્યારે શરૂ થશે તેની કોઈ જાહેરાત હાલ કરવામાં આવી નથી.
દરેક કોર્ટમાં કોવિડ-10 અધિકારીની નિમણૂક જરૂરી
દરેક કોર્ટમાં કોવિડ-19 અધિકારીની નિમણુંક કરવાનું અનિવાર્ય રહેશે. માસ્ક પહેર્યા વગર કોઈપણ વકીલ કે સ્ટાફના લોકોને કોર્ટમાં હાજરી આપવામાં આવશે નહિ. કોર્ટમાં પ્રવેશવાના માર્ગ પર તમામને ફરજિયાત પ્રમાણે થર્મલ સ્ક્રીનિંગથી શરીરનું તાપમાન ચેક કરાવવાનું રહેશે.
કોર્ટ પરિસરના ATM બંધ રાખવા પડશે
કોર્ટ રૂમ, બેઠકો, ડાયસ વગેરે, કેસ વિન્ડો તમામને સંપૂર્ણ સેનેટાઈઝ કરવાની રહેશે. તમામ જ્યુડિશિયલ અધિકારી, વકીલ અને સ્ટાફના લોકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવું ફરજીયાત રહેશે. કોર્ટ પરિસરમાં આવેલા એટીએમને બંધ રાખવામાં આવશે.
ગુજરાત હાઈકોર્ટના પરિપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે પ્રિન્સિપાલ જજ PWD અને માર્ગ – મકાન વિભાગને જ્યુડિશિયલ અધિકારી અને વકીલોને બેસવા વચ્ચે પ્લેક્સી ગ્લાસ લગાડવાનો આદેશ કર્યો છે. આજ રીતે કોર્ટના વહીવટી વિભાગમાં પણ પ્લેક્સી ગ્લાસ લગાડવામાં આવે જેથી સોશ્યલ ડિસ્ટનસિંગની જાળવણી થાય.
અરજદારે જરૂર વિના નહીં આવવા હુકમ
અરજદારને જરૂર વગર કોર્ટ પરિસરમાં હાજર ન થવાનો હુકમ કરવામાં આવ્યો છે. કેન્ટીનમાં પણ ચા, કોફી અને પાણી બોટલની જ સુવિધા અપાશે.


