Gujarat

અમરેલીમાં સરાજાહેર લુંટ ચલાવનાર ત્રિપુટી ઝડપાઈ ધાર્મિકવિધિ પૂર્ણ કરી ઘરે જઈ રહેલા પરિવારને આંતરી લૂંટ ચલાવી હતીઃ દાહોદનું દંપતિ સહિત ત્રણ પકડાય

અમરેલી નાના બસ સ્ટેન્ડ પાસે ૪ દિવસ પહેલાના લૂંટના બનાવમાં ક્રાઇમ બ્રાંચે ત્રણ શખ્સોને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. આ બનાવમાં ચલાલા ગામે રહેતા વૈભવગીરી હસમુખગીરી ગોસાઈ ગત તા. ૧૧/૧૦નાં રોજ સવારે બાબરાનાં કલોરાણા ગામેથી ધાર્મિક વિધિ પૂર્ણ કરી ફરી પોતાના ઘર ચલાલા જવા માટે થઈ અમરેલી આવેલ અને અમરેલીની મઘ્યમાં આવેલ નાના બસ સ્ટેન્ડ ઉપર ઉભા હતા ત્યારે એક સ્કોર્પીયો કારમાં ૧ મહિલા, ૧ યુવતીતથા ૩ પુરૂષો મળી ૫ જેટલા ઈસમો આ વૈભવગીરી ગોસાઈની માતાનાં હાથમાં રહેલ રોકડ રકમ રૂ. ૧૭ હજાર તથાસોનાની નથડી કિંમત રૂા. ૩ હજાર મળી રૂા.૨૦ હજાર ભરેલ પર્સ ઝૂંટવી લૂંટ ચલાવી નાશી ગયા હતા. આ લૂટારાનો સામનો કરતા માર મારી ગયા હતા. આ અંગે અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાતા અમરેલી એલસીબી પોલીસે આ પાંચ પૈકી ૧ મહિલા આશાબેન પુનીયાભાઈ ભાભોર, તથા તેણીના પતિ પુનીયાભાઈ રૂમાલભાઈ ભાભોર, રમેશભાઈ કમસુભાઈ મીનામા (રેત્રણેય મોટો ખારજ જિ. દાહોદ) સહિત ૩ને ઝડપી લઈ પુછપરછ હાથ ધરી હતી. પુછપરછ દરમિયાન આ ત્રણેય આરોપીએ અગાઉ નાના બસ સ્ટેન્ડ પાસેથી રૂા.૨૦ હજારની ચોરી કરેલ, બગસરામાંથી રૂા. ૧૫ હજારની ચોરી તથા પંદર દિવસ પહેલા તળાજા મુકામેથી રૂા.૨ હજારની ચોરીની કબુલાત આપી હતી. આ ત્રણેય આરોપી પાસેથી રોકડ રકમ રૂા. ૧૨૨૩૦, મોબાઈલ ફોન-૪ કિંમત રૂ. ૧૧ હજાર તથા સ્કોર્પીયો કાર રૂ. ૨ લાખ મળી કુલ રૂા.૨,૨૩,૨૩૦નો મુદામાલ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *