નેશનલ લીગલ સર્વિસીઝ ઓથોરીટી, ન્યુ દિલ્હી તથા નામ, ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદની સુચના મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલી દ્વારા “આઝાદી કા અમુલ મહોત્સવ ની ઉજવણી નિમિત્તે પાન ઈન્ડિયા અવેરનેસ એન્ડ આઉટરીચ પ્રોગ્રામ અન્વયે તારીખ મી નવેમ્બર, ૨૦૨૧ ના રોજ “નેશનલ લીગલ સર્વિસ 3” નિમીત્તે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલી દ્વારા રાષ્ટ્રીય મહિલા આયોગના સહયોગ સાથે જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર સંગ્રહાલય, સંગીત હોલ, બાલભવન, અમરેલી ખાતે મહિલાઓ માટેના લીગલ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુ. એમ. એમ. અગ્રાવાલ સા., ઈ.ચા. સેક્રેટરી સા. જિલ્લા કાનૂની સેવા સત્તા મેંડળ, અમરેલી. કુ. જહાનવીબેન સોલંકી, પેનલ એડવોકેટ, હંસાબેન મકાણી, પેનલ એડવોકેટ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલીના કર્મચારીઓ તથા બાલ ભવન, અમરેલીના કર્મચારીશ્રીઓ હાજર રહેલ હતાં. સદરહું રોબીમાં અમરેલીના મહિલા પોલીસ કર્મચારીઓ તથા શિક્ષિકા બહેનોએ ભાગ લીધેલ હતો. જેમાં તેમને મહિલાઓને લગતાં કાયદાઓ વિશે માહિતી આપવામાં આવેલ હતી.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


