Gujarat

અમરેલી જિલ્લાના યુવાઓએ જિલ્લા કક્ષાની યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિરમાં ભાગ લેવા ૧૭ ડિસેમ્બર સુધીમાં અરજી કરવી

અમરેલી

રાજ્ય સરકારનાં કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, અમરેલી સંચાલિત ૧૫ થી ૩૫ વર્ષના યુવાનો અને યુવતીઓનાં સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે જિલ્લા કક્ષાએ યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવાનું નક્કી કરેલ છે. જેમાં અમરેલી જિલ્લાનાં યુવક યુવતીઓ માટે નિયત કરેલ સ્થળે યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિર આગામી સમયમાં યોજવામાં આવશે.

શિબિર દરમ્યાન શીબીરાર્થીઓના વ્યક્તિગત વિકાસ માટે યુવક મંડળની સ્થાપના, રચનાની કાર્ય પદ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેનાં ગુણોની ચર્ચા, સામાજિક દૂષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવક યુવતીઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્વારા વિવિધ માર્ગદર્શન આપવામાં આવશે. જયારે શિબિરાર્થીઓનાં શારીરિક-માનસિક તેમજ આધ્યાત્મિક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારનાં આસનોનાં પ્રત્યેક જ્ઞાન દ્વારા સમજ આપવામાં આવશે.

શીબીરાર્થીઓને આવવા-જવાનો પ્રવાસખર્ચ, ભોજન તેમજ નિવાસ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. આ શિબિરનો લાભ લેવા ઈચ્છિત માત્ર અમરેલી જિલ્લાનાં યુવક યુવતીઓ આ તાલીમ શિબિરમાં જોડાવા માટેની સાદા કાગળ પર અરજી કરી અત્રેની જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળીભવન, બ્લોક-સી, પ્રથમ માળ, રૂમ.૧૧૦-૧૧૧,અમરેલી ખાતે તા.૧૭/૧૨/૨૦૨૧ સુધીમાં મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *